રાવણે જ્યાં જટાયુની પાંખો કાપી હતી ત્યાં બની દુનિયાની સૌથી મોટી પક્ષી-પ્રતિમા, PHOTOS જોઈને તમે પણ રહી જશો દંગ
કોલ્લમ કેરળમાં આવેલું છે. જ્યાં 10 વર્ષની મહેનત પછી આ પાર્ક તૈયાર થઈ શક્યો છે. પૌરાણિક કથાઓના આધારે આ પાર્કનું નિર્માણ કરાયું. રામાયણમાં સીતાહરણ સમયે રાવણ સાથે થયેલાં જટાયુંના યુદ્ધ અને તે સ્થળ પર આધારિત છે આ પાર્ક.
અમે વાત કરી રહ્યા છીએ કોલ્લમના જટાયુ નેચર પાર્કની. આ પાર્કને બનાવવામાં 10 વર્ષનો લાંબો સમય લાગ્યો છે. તેમાં સ્થાપિત કરવામાં આવેલી જટાયુ સ્કલ્પચરની પહોળાઈ 150 ફૂટ, ઉંચાઈ 70 ફૂટ અને લંબાઈ 200 ફૂટ છે. એટલે આ પાર્ક કુલ 30 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. અનુમાન છે કે આટલી જગ્યામાં 14 ટેનિસ કોર્ટ બનાવી શકાય.
જટાયુ નેચર પાર્કને બનાવવાની પાછળ તેનું પૌરાણિક મહત્વ જણાવવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે માતા સીતાને બચાવવા માટે રાવણ સાથે યુદ્ધ કરતા સમયે જટાયુની એક પાંખ કપાઈ ગઈ હતી. તે પ્રમાણે આ મૂર્તિની એક પાંખ બનાવવામાં આવી નથી. જટાયુ નેચર પાર્કની ખૂબસૂરતી ત્યાંથી જોવા મળતા નજારાથી વધી જાય છે. પાર્કની ઉંચાઈથી વેસ્ટર્ન ઘાટની વાદીઓ સ્પષ્ટ જોવા મળે છે. તે વધારે રોમાંચકારી હોય છે.
જટાયુ નેચર પાર્ક રસ્તાથી 400 ફૂટ ઉપર બનેલું છે. તેને બનાવવામાં ટેકનિક ઉપરાંત મહિલાઓએ પણ મદદ કરી છે. આ પાર્કને બનાવવા ઉપરાંત મહિલાઓનું અહીંના કામમાં પણ મહત્વપૂર્ણ યોગદાન છે. આ પાર્કને મહિલા સન્માન અને મહિલા સુરક્ષાને સમર્પિત કરવામાં આવ્યું છે. આ કારણે અહીયા કામ કરનારા કર્મચારીઓમાં મોટી સંખ્યા મહિલાઓની છે.
કેરળને પ્રવાસનની દ્રષ્ટિએ દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે. પોતાના શાંત સમુદ્ર કિનારાઓ માટે જાણીતું આ રાજ્ય હવે વિશ્વની સૌથી મોટી પક્ષી પ્રતિમા જોવા માટે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પક્ષી જટાયુની પ્રતિમા સમુદ્ર કિનારાથી 1000 ફૂટ ઉપર છે. આ પ્રતિમા તિરુવનંતપુરમમાં 65 એકરમાં ફેલાયેલી છે. તેને બનાવવામાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અંચલે જટાયુ અર્થ સેન્ટર પ્રોજેક્ટની જગ્યા પસંદ કરવાનું કારણ બતાવતાં કહ્યું કે આ જગ્યાની સાથે કેટલાક મિથ જોડાયેલા છે. જેના કારણે તેની પસંદગી કરવામાં આવી. રામાયણમાં જે જગ્યા પર લંકાપતિ રાવણે સીતા-હરણના સમયે પક્ષીરાજ જટાયુની પાંખ કાપી નાંખી હતી. તે જગ્યા આજે જટાયુપર કહેવાય છે. આ જગ્યાએ રાજીવ અંચલે જટાયુ અર્થ સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો. જટાયુ અર્થ સેન્ટરમાં એક સંગ્રહાલય અને 3ડી થિયેટર પણ છે. આ સેન્ટરમાં જટાયુની કહાની પર આધારિત 10 મિનિટની ફિલ્મ પણ દર્શકોને બતાવવામાં આવે છે.
કોલ્લમ રેલના માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલો છે. અહીંયા સડક માર્ગથી પણ જઈ શકાય છે. નજીકનું એરપોર્ટ તિરુવનંતપુરમ લગભગ 80 કિલોમીટર દૂર આવેલ છે. અલેપ્પીથી રાષ્ટ્રીય જળમાર્ગના રસ્તે પણ કોલ્લમ સુધી પહોંચી શકાય છે. અહીંયા રહેવા માટે લોજથી લઈને ફાઈવ સ્ટાર હોટલ સુધી તમામ વ્યવસ્થા છે. તળાવમાં ઉભેલ હાઉસબોટ અને રિસોર્ટનો આનંદ અદભૂત છે. અહીંયા કોઈપણ સિઝનમાં જઈ શકાય છે.