શ્રાવણ માસમાં મનગમતું ફળ મેળવવા શિવજીને ચઢાવશો કયુ ફૂલ? જાણો આ ફૂલથી થશે મનોકામના પૂર્ણ!
શ્રાવણ માસમાં ભગવાન શિવ પાસેથી ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે કમળનું ફૂલ ચડાવવું જોઈએ. ભગવાન શિવના મહામાયાધર રૂપનું પૂજન કમળના પુષ્પથી કરવામાં આવે છે. આ રીતે પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા રહે છે અને ધન સંપતિના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
ભગવાન શિવને શ્રાવણ મહિનામાં જાસ્મીનનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે. આ પુષ્પ અર્પણ કરવાથી મનુષ્યને સુખ-સંપતિની પ્રાપ્તિની થાય છે. જીવનની મુશ્કેલીઓ અને યાતનાઓ દૂર થાય છે.
દૂર્વા ભગવાન ગણેશનું પ્રિય છે, ગણપતિની પૂજામાં દૂર્વા ચડાવવામાં આવે છે પરંતુ શ્રાવણના મહિનામાં ભગવાન શંકરને દૂર્વા ચડાવવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
આંકડો અને ધતૂરો આમ ફળ અને ફૂલમાં કોઈ ઉપયોગમાં આવતા નથી પરંતુ તે ભગવાન શિવના પ્રિય પુષ્પ છે. આંકડો અને ધતૂરાનું વર્ણન વિષ્ણુપુરાણમાં પણ જોવા મળે છે. ભગવાન શિવને આંકડો ચડાવવામાં આવે તો આંખો સંબધી સમસ્યાઓ દૂર થાય છે. ધતૂરો અર્પણ કરવાથી સાપ, વીંછી જેવા જીવલેણ સરિસૃપોનો ડર રહેતો નથી
જે લોકોના લગ્નમાં વિધ્ન આવતા હોય અથવા લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી પડતી હોય તેવા લોકોએ શ્રાવણ માસમાં ભગવાન શિવને બેલા અથવા ચમેલીના સુંગધિત પુષ્પ ચડાવવા જોઈએ. ચમેલી અને બેલાના ફૂલ ચડાવવાથી વાહન પ્રાપ્તિનો પણ યોગ બને છે.
શિવપુરાણ અનુસાર બિલીપત્રના વૃક્ષોની ઉત્પતિ માતા પાર્વતીના પરસેવાથી થઈ હતી. બિલીપત્ર ભગવાન શિવને સૌથી પ્રિય હોય છે. શ્રાવણના માસમાં શિવજીને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો મનગમતું ફળ મળે છે.
જે લોકોના લગ્નમાં વિધ્ન આવતા હોય અથવા લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી પડતી હોય તેવા લોકોએ શ્રાવણ માસમાં ભગવાન શિવને બેલાના ફૂલ ચઢાવવામાં આવે છે.