Weight Loss: ફટાફટ ઉતારવું છે વજન? જાણો રાતે ભોજનમાં શું ખાવું જોઈએ...રોટલી કે ભાત!
આજની ભાગદોડવાળી જિંદગીમાં વધતું વજન અનેક લોકો માટે માથાનો દુખાવો બની રહે છે. આવામાં જો તમે પણ વજનની સમસ્યાથી પીડાતા હોવ અને વજન ઓછું કરવા માંગતા હોવ અને ખાસ જાણો કે રાતે ભોજન કરવામાં હેલ્ધી શું રહે? રોટલી ખાવી સારી કે પછી ભાત સારા....
આપણા શરીરને સારી રીતે કામ કરવા માટે એનર્જીની જરૂર પડે છે. આ ઉર્જા આપણને ભોજનમાંથી મળે છે. ખાણીપીણી સંતુલિત પ્રમાણમાં અને પોષણથી ભરપૂર હોય તો આપણું શરીર શક્તિશાળી બનશે નહીં તો મોટાપો અને બીમારીઓથી ઘેરાવવાનું જોખમ રહે છે. જો તમારું ફોકસ વેઈટ લોસ પર હોય તો ડિનર પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રોટીન અને યોગ્ય ફેટ વધુ લે તથા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરે. રાતના સૂતી વખતે ખાસ કરીને એવું ભોજન કરવાનું કહેવાય છે કે જેમાં કાર્બ્સ ઓછા હોય. આવામાં રોટલી અને ભાતની જગ્યાએ દાળ, પનીર કે લીલા શાકભાજીનો વિકલ્પ સારો રહે છે.
આમ તો રોટલી અને ભાતમાં કઈ ખાસ ફરક પડતો નથી. આ બંનેની ન્યૂટ્રિશિયન વેલ્યૂ જોઈએ તો થોડો ઘણો ફરક દેખાય છે. ચોખામાં સોડિયમ નહિવત હોય છે જ્યારે 120 ગ્રામ ઘઉમાં 190 એમજી સોડિયમ મળી આવે છે.
જો તમે સફેદ ચોખા ખાતા હોવ તો તેની ન્યૂટ્રિશિયન વેલ્યૂ બ્રાઉન રાઈસની સરખામણીમાં ઓછી થાય છે. એક કપ (186 ગ્રામ) રાંધેલા ચોખામાં 242 કેલરી, 48 ગ્રામ ફેટ, 0 એમજી સોડિયમ, 0.6 ગ્રામ ફાઈબર, 0 ગ્રામ શુગર, 4.4 ગ્રામ પ્રોટીન, 0.7 એમજી મેંગેનિઝ, 2.7 એમજી આયર્ન હોય છે.
લંચની વાત કરીએ તો એક દિવસ રોટી અને એક દિવસ ચોખા ખાવાથી તમને દરેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે. તમારો ડાયેટ બેલેન્સ્ડ હોવો જોઈએ જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, માઈક્રોન્યૂટ્રિયન્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોવા જોઈએ.
એક્સપર્ટ્સ અને ડાયેટિશિયનનું માનીએ તો દાળ અને ચોખા તથા ઘી બેસ્ટ કોમ્બો છે. તેમાં દરેક પ્રકારના એમીનો એસિડ હોય છે. જો તમે તેમાં શાકભાજી મિક્સ કરો તો પૂરું ન્યૂટ્રિશિયન મળી શકે છે.
જો રોટલી ખાતા હોવ તો તેમાં જુઆર, બાજરો જેવા બીજા અનાજ મિક્સ કરી લો તો ન્યૂટ્રિશિન વેલ્યૂ વધી જશે. બસ એ ધ્યાન રાખવું પડશે કે રોટલી ખાઓ કે ચોખા જો વજન ઓછું કરવા માંગતા હોવ તો તેનું પોર્શન ઓછું રાખો.
રાતના સમયે ભોજનમાં પ્રોટીન રિચ ડાયેટ ઉત્તમ ગણાય છે. રાતે રોટલી ખાઓ કે ભાત બંને 7.30 વાગ્યા સુધીમાં ખાઈ લો. પ્રમાણ ઓછું રાખો. માની લો કે તમે ખીચડી બનાવો છો તો તેમાં દાળનું પ્રમાણ વધુ રાખો. રોટલી ખાવી હોય તો પાતળી એકાદ રોટલી સાથે શાકભાજી કે દાળનું પ્રમાણ વધુ લો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.