Joint Pain: સાંધાના દુખાવાથી પરેશાન લોકો માટે આ તેલ છે વરદાન, 10 મિનિટની મસાજ પછી દોડતા થઈ જાશો
જો તમને સાંધાના દુખાવાની તકલીફ હોય તો બદામનું તેલ તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે. તેનાથી હાડકા મજબૂત થશે અને સાંધાના દુખાવા પણ ધીરે ધીરે ઓછા થઈ જશે.
શિયાળામાં સાંધા પર એરંડિયાના તેલથી માલિશ કરવી પણ ફાયદાકારક રહે છે. તેનાથી નિયમિત રીતે દસ મિનિટ માલિશ કરશો તો પણ તમારા શરીરના તમામ પ્રકારના દુખાવા દૂર થવા લાગશે.
તલનું તેલ પણ જો તમે ગરમ કરીને સાંધા પર લગાડી મસાજ કરો છો તો તેનાથી સ્નાયુ મજબૂત થાય છે અને દુખાવાની તકલીફ પણ 10 મિનિટમાં જ દૂર થઈ જશે.
સરસવનું તેલ વાળ માટે જેટલું ફાયદાકારક છે એટલું જ ફાયદાકારક સાંધાના દુખાવા માટે પણ છે રોજ 10 મિનિટ માટે સરસવના તેલથી સાંધાપર માલિશ કરવાથી સોજા અને દુખાવાથી રાહત મળે છે.
ફિશ ઓઇલ થી માલિશ કરવી પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. ફીશ ઓઇલ થી સાંધા પર માલિશ કરવાથી દુખાવો તુરંત થાય દૂર થાય છે. આ તેલનું નિયમિત ઉપયોગ કરશો તો થોડા જ દિવસમાં તમે દોડતા થઈ જશો.