White Foods: ખાંડ કરતાં વધારે ખતરનાક છે આ સફેદ વસ્તુઓ, દવા લીધા પણ પછી કંટ્રોલમાં નહીં રહે ડાયાબિટીસ
સફેદ બ્રેડ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધે છે. જે લોકો રોજ કે દર થોડા દિવસે બ્રેડ ખાય છે તેમના માટે બ્લડ શુગરને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ શકે છે.
રાઈસને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસ હોય તો મર્યાદિત માત્રામાં જ ભાત ખાવા. વધારે પ્રમાણમાં ભાત ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે.
ખૂબ ઓછા લોકો જાણે છે કે ડાયાબિટીસમાં વધારે મીઠું પણ નુકસાન કરે છે. ડાયાબિટીસમાં જો લાંબા સમય સુધી વધારે મીઠું લેવામાં આવે તો બ્લડ શુગર કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે.
મેંદાથી બનેલી વસ્તુઓ ડાયાબિટીસના દર્દી માટે ખરાબ છે. આ લોટમાં પોષકતત્વોથી સૌથી ઓછા હોય છે. તેનાથી શુગર ઝડપથી વધે છે.
ફુલ ફેટ મિલ્ક અને તેનાથી બનેલી વસ્તુઓનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ નથી. તેનાથી બ્લડ શુગર અચાનક વધી શકે છે.