Health Tips: આંબા હળદર ખાવી મહિલાઓ માટે ફાયદાકારક, દવા વિના સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે દુર
આંબા હળદર ખાવાથી મહિલાઓને ઘણા ફાયદા થાય છે. આંબા હળદરમાં સ્ટાર્ચ, કર્ક્યુમિન, ખાંડ, સેપોનિન અને અન્ય ઘણા તત્વો હોય છે. તે પાચન સંબંધી રોગોને મટાડે છે.
સંધિવા જેવી સાંધાની સમસ્યાથી છુટકારો મેળવવામાં આંબા હળદર ખૂબ જ ફાયદાકારક છે. તે ઘૂંટણના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે.
જે લોકોને અસ્થમા, શરદી અને સાઇનસની સમસ્યા હોય તેમણે આંબા હળદર ખાવી જોઈએ.
આંબા હળદર ચહેરાને ચમકદાર બનાવવામાં ઉપયોગી છે. તેનાથી મહિલાઓને પીરિયડ્સ સમયે થતા દુખાવાથી રાહત મળે છે.
તમે આંબા હળદરની ચા બનાવીને પી શકો છો. આંબા હળદરને પાણીમાં ઉકાળી તેને પીવાથી બેક્ટેરિયા દુર કરવામાં ઘણી મદદ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)