કોણ છે હિતલ મેસવાણી? રિલાયન્સમાં સૌથી વધુ પગાર આપે છે મુકેશ અંબાણી, વિગતો જાણી દંગ રહી જશો

Fri, 09 Aug 2024-6:38 pm,

Reliance Highest Paid Employees: દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં તેનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો. કંપનીએ પોતાના નફા-નુકશાન, પોતાના એકાઉન્ટની માહિતી આપી. આ રિપોર્ટમાં કેટલીક રસપ્રદ માહિતી પણ મળી. રિલાયન્સના વાર્ષિક અહેવાલમાં સામે આવ્યું છે કે મુકેશ અંબાણીએ આ વર્ષે કોઈ પગાર લીધો નથી. કોવિડ વખતે પણ એક પણ રૂપિયો પગાર લીધો નથી. જ્યારે, કંપનીમાં એક એવા વ્યક્તિ છે જેઓ અંબાણી સરનેમ નથી છતાં તેઓ કંપનીમાં સૌથી વધુ પગાર મેળવી રહ્યા છે. હિતલ મેસવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પગાર મેળવી રહ્યા છે. આ વર્ષે તેમણે 42 લાખ રૂપિયાનું તો ઇન્ક્રીમેન્ટ મળ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલ અનુસાર, કંપનીમાં સૌથી વધુ પગાર નિખિલ અને હિતલ મેસવાણીને મળે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલ અનુસાર હિતલ મેસવાણીને FY24માં વાર્ષિક 25.42 કરોડ રૂપિયાનો પગાર મળી રહ્યો છે, જે કંપનીમાં સૌથી વધુ છે.

આ વર્ષે તેમનો પગાર 25 કરોડથી વધીને 25.42 કરોડ રૂપિયા થઈ ગયો છે. બીજા ક્રમે નિખિલ મેસવાણી છે, જેમણે આ વર્ષે 25.31 કરોડ રૂપિયા પગાર મળી રહ્યો છે. તેમના પગારમાં 17.28 કરોડ રૂપિયાનું કમિશન પણ સામેલ છે. આ પેકેજ સાથે હિતલ મેસવાણી રિલાયન્સમાં સૌથી વધુ પગાર મેળવનાર કર્મચારી બની ગયા છે.

હિતલ મેસવાણી પર રિલાયન્સમાં ઘણી મોટી જવાબદારીઓ છે. તેઓ રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 1990માં રિલાયન્સમાં જોડાનાર હિતલને વર્ષ 1995થી કંપનીના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા. કંપનીના ઘણા મોટા પ્રોજેક્ટ તેમના નેતૃત્વમાં પૂર્ણ થયા છે. આ પ્રોજેક્ટ્સની યાદીમાં હજીરા પેટ્રોકેમિકલ્સ અને જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સ જેવા મેગા પ્લાનનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિફાઈનરી અને અન્ય ઉત્પાદન સુવિધાઓની જવાબદારી સંભાળી રહ્યા છે. હિતલ રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ કોમર્શિયલ ડીલર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ્સ અને હોલ્ડિંગ્સ કંપનીનું કામકાજ જુએ છે. તેમને મુકેશ અંબાણીના રાઈડ હેન્ડ કહેવામાં આવે છે.

હિતલ મેસવાણીના પિતા રસિકલાલ મેસવાણી રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની મોટી બહેન ત્રિલોચના બેનના પુત્ર હતા. આ રીતે મેસવાણી મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ બન્યા. રસિકલાલ મેસવાણીએ રિલાયન્સની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે રિલાયન્સની પ્રગતિમાં તેમના પુત્રોનો પણ મોટો ફાળો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રસિકલાલ મેસવાણી પહેલા તેમના બોસ હતા, જેમની પાસેથી તેમને બિઝનેસ વિશે ઘણું શીખવા મળ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link