કોણ છે ક્રિસ્ટલ કૌલ, જે કોંગ્રેસ માટે US થી લડી રહી છે ચૂંટણી, કાશ્મીર સાથે છે ખાસ કનેક્શન

Tue, 02 Apr 2024-4:02 pm,

ક્રિસ્ટલ ભારતીય (Krystle Kaul) મૂળ રૂપથી કાશ્મીરની રહેવાસી છે. ક્રિસ્ટલનો જન્મ અમેરિકાના ન્યૂયોર્કમાં જ થયો હતો, પરંતુ તેમના પિતા કાશ્મીરના રહેવાસી હતા અને તેમની માતા દિલ્હીની રહેવાસી હતી. ક્રિસ્ટલના પિતા 26 વર્ષની ઉંમરમાં અમેરિકા જઇને વસી ગયા હતા, જ્યારે તેમની માતા સાત વર્ષની ઉંમરમાં અમેરિકા જતી રહી હતી. ત્યારબાદ બંનેની પહેલી મુકાલાત અમેરિકામાં જ થઇ હતી અને ત્યાં જ લગ્ન કર્યા. 

ક્રિસ્ટલ કૌલ (Krystle Kaul) એ પોતાનું પ્રાથમિક શિક્ષણ પુરૂ કર્યા બાદ 17 વર્ષની ઉંમરમાં હાયર એજ્યુકેશન માટે વોશિંગટન ડીસી જતી રહી હતી. તેમણે અમેરિકન યૂનિવર્સિટીથી બીએ, બ્રાઉન યૂનિવર્સિટી  અને જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીથી એમએની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે બ્રાઉન યૂનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ક્રિસ્ટલ કૌલ (Krystle Kaul) અંગ્રેજી ઉપરાંત હિંદી, પંજાબી, દારી, ઉર્દૂ, અરબી અને કાશ્મીરી સહિત આઠ ભાષા બોલે છે. 

ક્રિસ્ટલ કૌલ (Krystle Kaul) પોતાને કાશ્મીરી પંડિત અને અડધી સિખ ગણવામાં આવે છે. તેમનું કહેવું છે કે તેમણે બંને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિઓ પર ગર્વ છે. ક્રિસ્ટલ કૌલ (Krystle Kaul) એ કહ્યું કે ચૂંટણીમાં પહેલાં કાશ્મીર પંડિત અને હાલમાં અમેરિકામાં કોંગ્રેસ માટે એકમાત્ર સિખ મહિલાના રૂપમાં ઉભા રહેવા પર ગર્વ છે. 

ક્રિસ્ટલ કૌલ (Krystle Kaul) વર્જીનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રીક્ટથી ચૂંટણી લડી રહી છે. તે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઇડેનની પાર્ટી ડેમોક્રેટિક તરફથી ઉમેદવાર છે. 

ક્રિસ્ટલ કૌલ (Krystle Kaul) એ વર્જીનિયાથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, કારણ કે આ સીટ પરથી હાલની ડેમોક્રેટિક કોંગ્રેસ સભ્ય જેનિફર વેક્સટન ફરીથી ચૂંટણી લડી રહી નથી અને એટલા માટે એક સ્વતંત્ર સીટ છે. આ સાથે જ વર્જીનિયામાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકો અને દક્ષિણી એશિયાઇ લોકોની સંખ્યામાં ખૂબ વધુ છે. એવામાં તેમની જીત નિશ્વિત ગણવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link