2 મોટા સુપરસ્ટાર્સનો પુત્ર...13 વર્ષની કાચી વયે લાગી હતી ડ્રગ્સની લત, નામ જાણી ચોંકી જશો, જાણો શું કહ્યું?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકમઝોળ બહારથી જેટલી આકર્ષક લાગે છે અંદરથી એટલી જ પોકળ અને પડકારોવાળી છે. દરેક માટે આ ઝાકમઝોળની દુનિયામાં ટકી શકવું સરળ નથી. ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક કલાકારો છે જે કોઈ ને કોઈ પરેશાની સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ મોટા પડદા પર તેની ઝલક સુદ્ધા જોવા મળતી નથી. એક એવા સ્ટાર વિશે વાત કરીશું જેને નાની ઉંમરમાં જ ખોટી આદતો પડી ગઈ હતી. જો કે હવે તેને આ બધાનો પસ્તાવો પણ છે અને તે પોતાની જીવનમાં આગળ પણ વધી ચૂક્યો છે.
અમે જેની વાત કરીએ છીએ તે કલાકારના માતા પિતા તેમના દોરમાં સુપરસ્ટાર્સ હતા. અનેક હિટ ફિલ્મો આપી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નામ છે. તેમના પુત્રએ પણ સારી એવી ઓળખ બનાવી છે. હાલમાં જ આ કલાકારે પોતાના ડ્રગ્સની આદત પર ખુલીને વાત કરી. આ અભિનેતા શરૂઆતથી પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ વિશે વધુ ચર્ચામાં રહ્યો છે. અમે અહીં દિગ્ગજ દિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરની વાત કરીએ છીએ.
પ્રતીકે પહેલા પણ આ મુદ્દે અનેકવાર વાત કરી છે કે કેવી રીતે તેણે નશીલી દવાઓ અને ડ્રગ્સની લત સામે લાંબી લડત આપી. હાલમાં જ પ્રતીકે એવી અફવાઓ પણ ફગાવી જેમાં એવું કહેવાય છે કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. તેણે પોતાના હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એવા ખુલાસા કર્યા કે બધા દંગ રહી ગયા. પ્રતીકે જણાવ્યું કે તે 13 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લેવા લાગ્યો હતો. અભિનેતાએ 'બોલીવુડ બબલ' સાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'લોકો વિચારે છે કે હું ફિલ્મોમાં આવ્યો, શોહરત અને પૈસા મળ્યા અને પછી મે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધુ. '
પ્રતીકે જણાવ્યું કે 'પરંતુ સાચુ એ છે કે મે ડ્રગ્સનું સેવન 13 વર્ષની ઉંમરથી કરવાનું શરૂ કર્યું હતું. કદાચ 12 વર્ષ કરતા પણ પહેલા. હા. હું ડરી ગયો હતો. મારો ઉછેર થોડો અલગ હતો અને કૌટુંબિક સ્થિતિ પણ મુશ્કેલ હતી. આ કારણે મે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધુ હતું. ફિલ્મોમાં સફળતા અને પૈસાએ મને ડ્રગ્સ તરફ વાળ્યો એવું નથી.' તેણે કહ્યું કે 'કહાની હવે ખતમ થઈ ગઈ છે અને હું જીવનમાં આગળ વધી ચૂક્યો છું. પ્રતીકે જણાવ્યું કે તેના પહેલાના અનુભવોનું દર્દ આજે પણ તેના સંબંધોને પ્રભાવિત કરે છે.' તેણે કહ્યું કે 'ડ્રગ્સનો સંબંધ દર્દ સાથે છે, સમજી શકો છો ને?'
પ્રતીકે કહ્યું કે 'જ્યાં સુધી તે દર્દનો ઈલાજ ન થાય ત્યાં સુધી તે સંબંધો પર અસર કરતું રહે છે. પરંતુ એક સમય એવો આવે છે કે જ્યારે આપણે ચીજોને સુધારવા માટે મહેનત કરવી પડે છે અને આ કામ હું વર્ષોથી કરી રહ્યો છું.' પ્રતીકે પોતાનીં મંગેતર અને અભિનેત્રી પ્રિયા બેનર્જી વિશે કહ્યું કે 'મારી મંગેતર મને અનેક રીતે સારો બનાવવામાં મદદ કરી રહી છે. અમે એકબીજાને આગળ વધવા માટે પ્રેરિત કરીએ છીએ. જો કે તેને કોઈ સુધારની જરૂર નથી. તે બિલકુલ પરફેક્ટ છે. આ જીવન છે અને આપણે હંમેશા આગળ વધવાનું હોય છે. જૂના દિવસો અંગે પસ્તાવો થાય છે.'
પ્રતીક બબ્બરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે પોતાની કરિયરની શરૂઆત 2008માં આવેલી ફિલ્મ 'જાને તૂ યા જાને ના'થી કરી હતી. જેમાં તેણે જેનેલિયા ડિસૂઝાના ભાઈની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેણે 'ધોબીઘાટ', 'આરક્ષણ', 'એક દીવાના થા', 'બાગી 2', 'મુલ્ક', 'છિછોરે' જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તે હાલ અનેક ફિલ્મોમાં વ્યસ્ત છે જેમાં એ આર મુરુગાદોસ અને સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' અને દાનિશ અસલમની ફિલ્મ 'ખ્વાબો કા ઝમેલા' સામેલ છે. તેના ફેન્સ પણ તેને મોટા પડદે જોવા માટે આતુર છે.