Dhaka: PM સાથે દેખાતી આ યુવતી કોણ છે? બાંગ્લાદેશથી લઈ WB સુધી છે તેના FANS

Sun, 28 Mar 2021-4:30 pm,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશ (Bangladesh) પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશના અનેક મોટા લોકોથી લઈને યુવાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમની સાથે એક તસવીર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ તસવીરમાં બાંગ્લાદેશનો દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન ઉપરાંત એક મહિલા પણ જોવા મળી રહી છે.

આ મહિલા બીજી કોઈ નહીં પરંતુ બાંગ્લાદેશની જાણીતી અભિનેત્રી નુસરત ફારિયા છે. નુસરત ફારિયા મઝહર બાંગ્લાદેશની અત્યંત ખૂબસૂરત અભિનેત્રી તરીકે જાણીતી છે.

ઢાકા પહોંચ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના યંગ એચીવર્સ સાથે મુલાકાત કરી. તે દરમિયાની આ તસવીર છે.

નુસરત ફારિયાએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તે તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. નુસરત ફારિયા સાડીમાં ખૂબસૂરત જોવા મળી રહી છે.

નુસરત ફારિયા બાંગ્લાદેશી ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલ, ટીવી પ્રેઝન્ટર અને રેડિયો જોકી પણ છે.

1995માં જન્મેલી નુસરત ફારિયા અનેક બાંગ્લા ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અને તે ભારતના પશ્વિમ બંગાળમાં પણ ખૂબ જાણીતી છે.

નુસરત ફારિયાની ફિલ્મોમાં આશિકી અને હીરો 420નો સમાવેશ થાય છે.

આ બંને ફિલ્મો ભારત અને બાંગ્લાદેશ તરફથી સંયુક્ત રીતે બનાવવામાં આવી હતી. તે બંને ફિલ્મો તેલુગુ ફિલ્મોની રિમેક છે.

નુસરત ફારિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ખૂબસૂરત તસવીરોથી ભરેલું છે. તે રોજેરોજ પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો પોતાના ફેન્સની સાથે શેર કરતી રહે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link