અમેરિકી મૂળની નથી મેલાનિયા ટ્રમ્પ, જાણો કેવી થઇ હતી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત
મેલાનિયા ટ્રમ્પનો જન્મ સેન્ટ્રલ યૂરોપમાં સ્લોવેનિયાના નોવો મેસ્ટોમાં 26 એપ્રિલ, 1970ના રોજ થયો હતો. મેલાનિયાના પિતા સ્લોવેનિયામાં એક કારના બિઝનેસમેન હતા અને મેલાનિયાની માતા બાળકોના કપડાં ડિઝાઇન કરતી હતી.
મેલાનિયા ટ્રમ્પ પહેલાં મોડલ રહી ચૂકી છે. 16 વર્ષની ઉંમરમાં મેલાનિયાએ મોડલિંગમાં પોતાનું કેરિયર શરૂ કર્યું હતું.
મેલાનિયા ટ્રમ્પ ઘણી ભાષાઓની જાણકાર છે. મેલાનિયા ઇંગ્લિશ, સ્લોવેનિયાઇ, ફ્રેન્ચ, સર્બિયન, ઇટાલિયન અને જર્મન ભાષા જાણે છે.
કહેવામાં આવી રહ્યું છે કે એક ફેશન વીક દરમિયાન ટાઇમ્સ સ્ક્વેરના કિક કેટ ક્લબમાં ટ્રંપે મેલાનિયાની પહેલીવાર મુલાકાત થઇ હતી.
વર્ષ 2006માં મેલાનિયા ટ્રમ્પે અમેરિકાની નાગરિકતા લીધી.