પાણીમાં ડૂબેલા અમદાવાદની આ તસવીરો જોવાની તમારી હિંમત હોય તો જોઈ લેજો, આ વિસ્તારોમાં પગ મૂકવા જેવું નથી
અમદાવાદમાં આખરે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં આખી રાત વરસાદ આવ્યો હતો. આખી રાત સતત વરસાદથી અમદાવાદ પાણી પાણી થયું છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખતરનાક ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, આખી રાત વરસેલા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આજે અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું. સવારના ચાર વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો. પાણી ભરાતા અમદાવાદના ત્રણ અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. અખબાર નગર, પરિમલ અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા છે.
ગુરુકુલ, સુરધારા સર્કલ, મેમનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદ નગર વિસ્તાર પાણી-પાણી થયો છે. મેમ્કો, બાપુનગર, નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા છે. તો નરોડા, ઓઢવ, ઠક્કરબાપા નગરમાં પાણી ભરાઈ ગયા છે. ક્રિષ્ન નગર, વસ્ત્રાલ, જશોદા નગરમાં પાણી-પાણી થયું છે. CTM અને ઘોડાસર સહિતના વિસ્તારો જળમગ્ન થયા છે. માણેકબાગ, શિવરંજની, વાળીનાથ ચોક પાણી પાણી થયા.
અમદાવાદમાં સવારના 6 વાગ્યા બાદ શહેરમાં વરસાદે વિરામ લીધો છે. ભારે વરસાદને પગલે વાસણા બેરેજ 6 ગેટ ખોલવામાં આવ્યા છે. બેરેજની બીજી તરફ 9000 ક્યૂસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. રાતના ભારે વરસાદના પગલે શહેરભરમાં 25 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.
સવારે 6 વાગે પુરા થતા છેલ્લા ચોવિસ કલાકમાં શહેરમા સરેરાશ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. મધરાત 3 થી વહેલી સવારે 6 સુધી સમગ્ર શહેરમાં મેઘરાજાની અતિ તોફાની બેટિંગ જોવા મળી. વરસાદની આંકડા પર નજર કરીએ તો, નરોડા 6 ઈંચ, મણીનગરમાં 6 ઈંચ, સાયન્સ સિટી અને ગોતામાં 4-4 ઈંચ વરસાદ, ઓઢવ 4 ઈંચ વરસાદ વરસ્યો. ઉસ્માનપુરા, પાલડી , વાસણા, બોડકદેવ, જોધપુર, સરખેજ, રાણીપ, વેજલપુર સહિતના મહત્તમ વિસ્તારમાં દોઠથી લઇ 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે શહેરમાં અનેક ઠેકાણે વ્યાપક પાણી ભરાયા છે. મીઠાખળી, અખબારનગર અને પરિમલ અંડરપાસ વાહનવ્યવ્હાર માટે બંધ કરાયા છે. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 5 ગેટ ખોલી 8600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. બેરેજના ઉપરવાસ માંથી પણ સાબરમતીમાં પાણીની આવક થઈ છે.
અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા. સાબરમતી નદીમાં 8643 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. તો ફતેવાડી કેનાલમાં 220 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. સંતસરોવરમાંથી પાણી છોડાયું છે. સંત સરોવરમાંથી 4086 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે. નર્મદા મેઇન કેનાલમાંથી 3896 ક્સુસેક પાણીની નદીમાં આવક થઈ. વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ 131.25 ફુટ પર પહોંચ્યું છે. 25, 26, 28 બે ફુટ, 29 2.5 ફુટ અને 30 એક ફુટ ખોલાયો છે. દરવાજા ખોલાતા નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરાયા છે.
ભારે વરસાદના પગલે રાજ્યને 13 એનડીઆરએફની ટીમ ફાળવવામા આવી છે. જ્યાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે તે નર્મદા, કચ્છ, વલસાડ, દ્વારકા, જુનાગઢ, સુરત, નવસારી, મોરબી, બનાસકાંઠા, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાઓમાં એક ટીમ ફાળવવામા આવી છે.
અમદાવાદ નરોડાનો ગોપાલ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ, ગોપાલ ચોકની અનેક સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી, છેલ્લા ૧૫ વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા, હજુ સુધી સમસ્યાનો નથી આવ્યો કોઇ અંત, અનેક રજુઆતો હોવા છતાં પરિણામ શુન્ય
અમદાવાદના પૂર્વમા અનેક વિસ્તારો વરસાદી પાણીમા ડુબ્યા... જશોદાનગર થી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા આસપાસની નીચાણ વાળા વિસ્તારો માં પાણી ફરી વળ્યા... કેનાલની બન્ને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર આઠ પર પાણી ફરી વળ્યા.. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું... ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના તમામ માર્ગ પર ઘરના ઓટલા સુધી પાણી ફરી વળ્યા.. હાટકેશ્રવર ઓવરબિજ થી Ctm ઓવરબિજ સુધી ના બન્ને માર્ગ પાણીમાં ગરકાવ થયા