ગાંધીનગરનું માણસા જળબંબાકાર : 6 ઈંચ વરસાદથી આખું શહેર પાણીમાં સમાયું
ધોધમાર વરસાદ પડતા બસ સ્ટેન્ડ, હાઈસ્કૂલ, બાગવાસ, રાવળ વાસ, જુના બસ સ્ટેન્ડ, અંબાજી માતાજી મંદિર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
પટેલ એમ એમ હાઈસ્કૂલ વિસ્તારમાં તો કેડ સમા પાણી ભરાયા હતા, જેના પગલે સ્કૂલમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. બાગવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. તો નવા બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાના કારણે ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી