સિંહાસન માટે કાતિલ બની ગયો હતો ઔરંગઝેબ, આ મુઘલ રાજકુમારના મોત પર દિલ્હીએ મનાવ્યો હતો શોક

Wed, 13 Sep 2023-11:48 pm,

પોતાના પ્રિય પુત્રની સાથે સાથે શાહશુઝા અને મુરાદબખ્શના મોતને સહન કરી શક્યા નહીં અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. 

દિલ્હી પોતાના પ્રિય રાજકુમારના મોતથી દુખી હતી, લોકો રડી રહ્યાં હતા પરંતુ ઔરંગઝેબ વિરુદ્ધ કેમ કોઈ બોલી શકે. કહેવામાં આવે છે કે દારાના માથાને તેના પિતા શાહજહાંની પાસે મોકલ્યું હતું. 

 

એક તરફ દારા શિકોહ દિલ્હીના લાલ કિલ્લામાં અંતિમ ગતિ પકડી રહ્યો હતો અને બીજી બાજુ ચાંદની ચોક વિસ્તારમાં લોકો કતારમાં ઉભા હતા.ઔરંગઝેબના સૈનિકો લોકોને દારાનું માથું બતાવતા રહ્યા.એ

દારાશિકોહ વિશે એવું કહેવાય છે કે જો તેમને રાજપદમળ્યું હોત તો ભારતનું રાજકારણ કંઈક અલગ જ વલણ અપનાવ્યું હોત. પરંતુ અહીં તમને જણાવીશું કે શાહજહાંના આંખના તારાને, લોકોના પ્રિય રાજકુમારને ઔરંગઝેબે મોતના મુખમાં ધકેલી દીધો. 

 

ઘણા ઈતિહાસકારોનું માનવું હતું કે શાહજહાં દારાશિકોહને ગાદી સોંપવા માંગતો હતો પરંતુ ઔરંગઝેબે હિંદુ ધર્મ તરફના તેના ઝુકાવનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો હતો. પોતાના બે ભાઈઓની મદદથી તેણે દારાશિકોહને કાફિર જાહેર કર્યો અને ગાદી મેળવવા માટે કાવતરાઓ હાથ ધરવા લાગ્યો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link