આખું ઊંઝા શહેર બન્યું ભક્તિમય, પાટીદારોની કુળદેવી મા ઉમિયા જ્યારે નીકળ્યા નગરયાત્રાએ; જુઓ મનોહર દ્રશ્યો

Mon, 16 May 2022-1:32 pm,

ઊંઝા એટલે મા ઉમિયાનું પવિત્ર સ્થાનક. આ સ્થાનક સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ઊંઝા મા ઉમિયાનું સ્થાનક હોવાને લઈને આ નગરમાં દર વર્ષે માતાજીની નગરયાત્રા કાઢવાની પ્રથા ચાલી આવે છે.

વૈશાખ સુદ પૂનમના દિવસે સમગ્ર નગર ભક્તિમય માહોલમાં રંગાઈ જાય છે. આ દિવસે સમગ્ર ઊંઝાના નગરજનો પોતાનો વ્યવસાય બંધ રાખી માતાજીના આર્શીવાદ લેવા ઉમટી પડે છે.

ત્યારે આજે વર્ષો જૂની આ પ્રથા અનુસાર આજે માતાજી નગર યાત્રાએ નીકળ્યા હતાં. માતાજીની આ શોભાયાત્રામાં ભજન મંડળીઓ, રાસ મંડળીઓ અને અનેક વિધ આકર્ષણ પણ જોવા મળ્યા હતા.

નગરયાત્રામાં 150 થી વધુ ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રા ઉમિયા ધામ ઊંઝાથી સવારે 8.15 કલાકથી નીકળી ઊંઝા શહેરના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કર્યું હતું.

યાત્રા 3 કિલોમીટર લાંબી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નગરયાત્રામાં જિલ્લા કલેકટર, એસ પી સહિત ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા.

નગરયાત્રા દરમ્યાન ઉંઝા શહેરમાં ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધી ઘરે ઘરે લાપસી કરવામાં આવી હતી. એટલે કે માની નગર યાત્રા નિમિત્તે સમગ્ર ઉંઝા શહેરમાં ભક્તિની લહેર ફેલાઈ ગઈ હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link