અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP ના જ વિધાયકે કર્યો ચોંકાવનારો ખુલાસો

Sat, 08 Jun 2024-3:20 pm,

એવું કહેવાય છે કે રામ નામનો સહારો લઈને લોકો ભવસાગર તરી જાય છે ત્યારે એ જ રામનામને રાજકીય અસ્ત્ર બનાવીને બેથી 303 સીટો સુધી પહોંચેલી ભાજપ માટે જ્યારે રામ મંદિર બન્યું અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો એ લોકસભા સીટ હારવાની નૌબત કેમ આવી. શરૂઆતમાં તો કોઈ વિશ્વાસ ન કરી શક્યું. પરંતુ સત્ય ક્યારેય છૂપાતું નથી. અયોધ્યામાં ભાજપની હારની ખબર જંગલમાં દાવાનળની જેમ ફેલાઈ. જો કે આવું પહેલીવાર નથી  બન્યું કે જ્યારે ભાજપ ત્યાંથી હાર્યું હોય. પહેલા પણ અનેકવાર આવું બન્યું છે. ખાસ કરીને 1984 બાદથી અયોધ્યા (ફૈઝાબાદ)ની સીટ સમાજવાદી પાર્ટીએ બેવાર પોતાની ઝોળીમાં નાખી છે. કોંગ્રેસ પણ બે વાર જીતી ચૂકી છે. એટલે કે સુધી કે બસપા પણ જીતી છે. જો કે રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ અહીંથી હારે એ તો કોઈએ ભાગ્યે જ વિચાર્યું હશે.   

સતત ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહેલા ભાજપથી લઈને તમામ પાર્ટીઓ ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી રહ્યા છે. ભાજપ અયોધ્યામાં હાર્યું કેવી રીતે? તેના વિશ્લેષણ કરવા દરમિયાન ઠેર ઠેર સોશિયલ મીડિયા ઉપર પણ હાય તોબા મચી. વાત જાણે એમ છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અયોધ્યા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ  આખી દુનિયામાં ચર્ચામાં હતું. આ બધા વચ્ચે પૂર્વ યુપીના એક ભાજપ વિધાયકે જ હારનું કારણ જણાવ્યું.   

છેલ્લા કેટલાક વર્ષોમાં અયોધ્યાની સરખામણી ભારતના બીજા શહેરો સાથે થવા લાગી હતી. ઓછા સમયમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનથી લઈને એરપોર્ટ, સહિત વિકાસ કાર્યો છતાં ભજાપ અયોધ્યા એટલે કે ફૈઝાબાદની સીટ હાર્યું. લોકસભા સીટ સમાજવાદી પાર્ટી જીતતા પાર્ટીમાં હડકંપ મચી ગયો. અયોધ્યા કે  ફૈઝાબાદ સંસદીય બેઠક કોઈ પણ રાજકીય દળની પરંપરાગત સીટ નથી. છેલ્લા 30થી 40 વર્ષના પરિણામો જોઈએ તો ભગવાન રામની જન્મભૂમિ એટલે કે ચક્રવર્તી સમ્રાટ દશરથના સામ્રાજ્યનો ભાગ રહેલા આ ભૂભાગથી સપા, કોંગ્રે, અન્ય પણ ચૂંટણી જીતી ચૂક્યા છે.

ભાજપમાં પરિણામો પર સમીક્ષા ચાલુ છે. પીએમ મોદી પોતે અયોધ્યાની હારનું કારણ જાણવા માટે થઈ રહેલી સમીક્ષાની નિગરાણી કરે છે. જો કે પાર્ટીનું કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. પરંતુ આ બધા વચ્ચે પૂર્વી ઉત્તર પ્રદેશની રુદ્રપુર  દેવરિયા સીટથી ભાજપના વિધાયક જય પ્રકાશ નિષાદે અયોધ્યામાં હારનું કારણ જણાવ્યું છે. પોતાના ઘરે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે આ વાત જણાવી.   

તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 14 ક્લસ્ટર પ્રભારી બનાવવામાં આવ્યા હતા. જેના એક વિધાયકને ચારથી પાંચ લોકસભા સીટો જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમાં ગોરખપુરના ક્લસ્ટર પ્રભારી તેઓ પોતે હતા. તેમના ક્લસ્ટરમાં ગોરખપુર, બાંસગાંવ, દેવરિયા, કુશી નગર, અને મહારાજગંજમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જેને લઈને વિધાયકજીએ જનતાનો આભાર જતાવ્યો. અને અયોધ્યાની હારનું કારણ જણાવીને બધાને સ્તબ્ધ કરી દીધા. 

અયોધ્યાથી ભાજપની હારના સવાલ પર ક્લસ્ટર પ્રભારી અને ભાજપ વિધાયકે કહ્યું કે આ લલ્લુ સિંહનો ડીંગો  હાંકવાનો સ્વભાવ છે જેણે ચૂંટણી હરાવી દીધી. વાત જાણે એમ છે કે તેમણે એક નિવેદન આપ્યું હતું કે મોદીજીને 400 પાર જીતાડો, બંધારણ બદલવાનું છે. આ નિવેદનથી અનુસૂચિત જાતિવાળા સમાજમાં એ ડર ફેલાઈ ગયો કે મોદીજીની 400 પારથી સરકાર આવશે તો બાબાસાહેબ આંબેડકરનું બંધારણ બદલી નાખશે. બંધારણ બદલવાના મુદ્દાને કોંગ્રેસ અને સપા બંનેએ ખુબ આક્રમક રીતે અનુસૂચિત સમાજને ગુમરાહ કર્યો. જેનાથી જે અનુસૂચિત સમાજ ક્યારેય સમાજવાદી પાર્ટી પાસે જતો નહતો તેણે પણ સપાને મત આપ્યા અને અમે લોકો એટલે કે ભાજપ એ વાતને કાઉન્ટર કરી શક્યું નહી કે સપા અને કોંગ્રેસ ખોટું બોલે છે. આ જ કારણે ભાજપ ફક્ત અયોધ્યા જ નહીં પરંતુ બીજી પણ કેટલીક સીટો હારી ગઈ. 

1990ના દાયકામાં ભાજપ અયોધ્યામાં મજબૂત થયો. અહીંથી ભાજપના મટા કુર્મી અને કટ્ટર હિન્દુવાદી ચહેરા વિનય કટિયારે 3 વાર જીત મેળવી. જ્યારે સપાના મિત્રસેન યાદવ ત્રણવાર અહીંથી સાંસદ બન્યા. ભાજપે અયોધ્યામાં પોતાના ઓબીસી ચહેરા વિનય કટિયારને હટાવીને 2004માં લલ્લુ સિંહને તક આપી. જો કે લલ્લુ સિંહ 2014 અને 2019માં ત્યારે જીત્યા જ્યારે દેશભરમાં પ્રચંડ મોદી લહેર હતી. હિન્દુત્વનો મુદ્દો પણ લોકોના માથે સવાર હતો. 2014માં તો યુપીમાં કોંગ્રેસ, સપા અને બસપા બધા ખાતમાની કગાર પર હતા પરંતુ દસ વર્ષ બાદ 2024માં રાજકારણ જેવું જાતિઓ પર ઉતર્યું કે ભાજપને ફટકો પડ્યો. 

હવે તેને સપાનો આત્મવિશ્વાસ કહો કે પછી આ સીટથી વિજેતા અવધેશ પાસનો ઓવર કોન્ફિડન્સ...તેમણે હાલમાં જ કહ્યું કે ચર્ચા તો પીએમ નરેન્દ્ર મોદીના અયોધ્યાથી ચૂંટણી લડવાની થઈ રહી હતી. અમે પણ ખુશ હતા કે હવે સારો સમય આવશે કે પીએમ મોદી અહીંથી ચૂંટણી લડે. અમે જાણતા હતા કે જનતા અમારી સાથે છે. આ વખતે પીએમ પણ અયોધ્યાથી ચૂંટણી લડત તો હારી જાત. 

1991માં જ્યારે ભાજપના વિનય કટિયારે ફૈઝાબાદની લોકસભા ચૂંટણી જીતી હતી ત્યારે પાંચેય વિધાનસભા બેઠકો (અયોધ્યા, રુદૌલી, મિલ્કીપુર, બીકાપુર અને દરિયાબાદ) પર ભાજપ જીત્યો. પરંતુ 2024માં અયોધ્યા એટલે કે ફૈઝાબાદ લોકસભા ચૂંટણીમાં ભાજપે ફક્ત અયોધ્યા વિધાનસભા વિસ્તારમાં જીત મેળવી . જ્યારે બાકીના ચાર રુદૌલી, મિલ્કીપુર, બીકાપુર અને દરિયાબાદમાં હાર્યો. 30 વર્ષ પહેલા 1994માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અયોધ્યા છોડીને બાકીની ચારેય વિધાનસભા સીટ હાર્યું. મસ્જિદ તૂટી હોય કે મંદિર બન્યું હોય ફૈઝાબાદના લોકોએ પોતાના જનાદેશથી લોકોને ઘણું વિચારવા પર મજબૂર કર્યા છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link