ભગવાન શ્રીરામે ભક્ત હનુમાનને કેમ આપ્યો હતો મૃત્યુદંડ? જાણવા જેવી છે આ રોચક કથા

Sat, 19 Jun 2021-6:40 am,

ભક્ત હનુમાનજી અને પ્રભુ રામની એક દંત કથા ખુબ જ જાણીતી છે.એક વાર ઋષિ વશિષ્ઠના આશ્રમમાં ઋષિઓની સભા મળી હતી.જેમાં ઋષિ વિશ્વામિત્ર સહિતના અનેક તજજ્ઞો હાજર હતા.જેમાં દેવતાઓના ઋષિ નારજ પણ આવ્યા હતા.બરાબર તે જ સમયે કોઈ કામથી હનુમાનજી ઋષિ આશ્રમ પહોંચ્યા હતા.ત્યારે ભગવાન રામના ગુરૂના રૂપમાં પહેલા વિશ્વામિત્ર અને પછી વશિષ્ઠને પ્રણામ કર્યા હતા.  

હનુમાજીએ પ્રણામ કર્યા તે દેવર્ષિ નારદ જોઈ ગયા.અને ત્યાર બાદ ચર્ચાનો વિષય બની ગયો.ધીરે ધરે ચર્ચા ત્યાં આવી ગઈ કે રામ વધારે શક્તિશાળી કે રામનામ.તમામ લોકો રામ વધારે શક્તિશાળી હોવાના મતમાં હતા.જો કે નારદ મનિનું કહેવું હતું કે રામ નામમાં સૌથી વધુ શક્તિ છે.પરંતુ નારદની આ વાત કોઈ સાંભળી રહ્યું નહોંતુ હનુમાનજી પણ ચર્ચામાં ચુપચાપ બેઠા હતા.  

સભા પુરી થયા બાદ નારદ મુનિએ હનુમાનજીને કહ્યું કે તે ઋષિ વિશ્વામિત્રને છોડી બાકીના તમામ ઋષિને નમસ્કાર કરે.તો હનુમાનજીએ પુછ્યું કે ઋષિ વિશ્વામિત્રને કેમ નમસ્કાર ન કરું.નારદ મુનિએ જવાબ આપ્યો કે તે પહેલાં રાજા હતા એટલે તેમને ઋષિમા ન ગણવા.  

નારદાના કહેવાથી હનુમાનજીએ પણ એવું જ કર્યું. હનુમાનજીએ સૌને શુભેચ્છા પાઠવી પણ વિશ્વામિત્રને નમસ્કાર ન કર્યા.જેથી ઋષિ વિશ્વામિત્રને ગુસ્સો આવ્યો.તેમએ એક દિવસ આ વાત અંગે ભગવાન રામને જણાવ્યું હતું.જેથી ભગવાન રામે ગુરુના અપમાન બદલ સજાની માગ કરી હતી.ત્યારે ઋષિએ કહ્યું કે કોઈ વાંધો નહીં તેને માફ કરી દો.કેમ આ દંડ આપી નથી શકાતો.તો ભગવાન રામે કહ્યું કે તમે બતાવો તે દંડ જરૂર આપીશું.ત્યારે ઋષિએ કહ્યું કે મૃત્યુદંડ આપવામાં આવે.  

ભગવાન રામે નક્કી કર્યા બાદ હનુમાનજીને મૃત્યુ દંડ સંભળાવવામાં આવ્યો.ભગવાન શ્રી રામ પોતાના ગુરુ વિશ્વામિત્રનો આદેશ ન ટાળી શકે.એટલે હનુમાનજીને મૃત્યદંડ આપવાનું નક્કી કરી લીધું.આવી રીતે ભગવાન રામે ન્યાયને સંબંધોથી મોટો ગણાવ્યો.

મૃત્યુદંડની સજા સંભળાવતા હનુમાનજીએ નારદ મુનિને આ સમસ્યાનો ઉકેલ પુછ્યો.નારદ મુનિએ કહ્યું ચિંતા છોડીને તમે રામ નામનું સ્મરણ કરો.હનમાનજી આરામથી બેસીને રામ નામના જાપ શરૂ કર્યા.જો કે ભગવાન રામે પોતાનું ધનુષ બાણથી હનુમાનજી પર તીર છોડ્યું.પરંતુ તીરથી હનુમાનજીને કંઈ ન થયું.

તીરની અસર ન થતા ભગવાન રામે હનમાનજી પર બ્રહ્માંડના સૌથી શક્તિશાળી શસ્ત્રનો ઉપયોગ કર્યો.પરંતુ રામ નામ જપતા હનમાનજી પર બ્રહ્માશસ્ત્રની કોઈ અસર ન થઈ.વાત આગળ વધતાં નારદ મુનિએ ઋષિ વિશ્વામિત્રને હનુમાનજીને માફ કરવાનું કહ્યું.જેથી વિશ્વામિત્રએ હનુમાનજીને માફ કર્યા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link