આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!
આ વખતે શનિનું ગોચર ખુબ મહત્વનું ગણાય છે. કારણ કે 29 માર્ચે જ વર્ષ 2025નું પહેલું સૂર્ય ગ્રહણ પણ થશે. ભારતમાં આ ગ્રહણ જો કે દેખાશે નહીં પરંતુ શનિનું રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણ એક જ દિવસે છે. એટલું જ નહીં આ દિવસે અમાસ પણ છે. જેને ચૈત્રી અમાસ કહે છે. આ અમાસ બાદથી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થઈ જશે. આમ 29 માર્ચના રોજ ચૈત્રી અમાસ, શનિનું રાશિ પરિવર્તન અને સૂર્યગ્રહણ પણ છે. એમાં પાછો શનિવારનો દિવસ છે. આવામાં શનિદેવની વિશેષ કૃપા પણ મળી શકે છે.
29 માર્ચના રોજ શનિનું રાશિ પરિવર્તન છે અને આ દિવસે સૂર્યગ્રહણ, શનિવાર અને અમાસ પણ છે. આથી આ દિવસે શનિી સાડાસાતી બદલાઈ જશે. આ દિવસથી શનિની સાડા સાતી અને ઢૈય્યાવાળી રાશિઓ એટલે કે કુંભ, મીન, મેષ, સિંહ અને ધનુ પર પ્રભાવ જોવા મળશે. જ્યોતિષ મુજબ આ રાશિઓએ શનિદેવની કૃપા માટે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. અમાસ હોવાના કારણે પિતૃઓના આશીર્વાદ પણ મળશે. આ ઉપરાંત આ દિવસે ગરીબોને અનાજ દાન કરવું જોઈએ. જેનાથી સૂર્યગ્રહણના પ્રભાવોથી લાભ થશે અને શનિદેવ પણ પ્રસન્ન રહેશે. હવે શનિના રાશિપરિવર્તનના સાથે સર્જાતા આ સંયોગથી કોને ફાયદો થઈ શકે તે પણ જાણો.
વૃષભ રાશિવાળા માટે શનિનું આ ગોચર ખુબ શુભ સાબિત થશે. શનિ તમારા 11માં ભાવમાં રહેશે. આ દરમિયાન કૌટુંબિક જીવન ખુશહાલ રહેશે. તમને આર્થિક લાભ થશે. નોકરીમાં પ્રગતિ અને વેપારમાં નફો થશે. નોકરીમાં પ્રમોશનના પણ યોગ છે. તમારી મહેનત સારું ફળ આપશે. આ સમય સ્થિરતા અને પ્રગતિનો રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે.
વર્ષ 2025 મિથુન રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. મિથુન રાશિના જાતકો માટે શનિનું ગોચર દશમ ભાવમાં થશે. નવા વર્ષમાં કરિયરમાં પ્રગતિ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારમાં નવી યોજનાઓ સફળ રહેશે. અચાનક ધનલાભના યોગ બનશે. પરિવાર અને સંબંધોમાં મીઠાશ રહેશે. આ સમય તમારી પ્રગતિ અને ખુશહાલીનો રહેશે. સારી આવકના સ્ત્રોત ઊભા થશે. લગ્નજીવનમાં મધુરતા રહેશે.
મકર રાશિવાળા માટે શનિનું ગોચર ત્રીજા ભાવમાં થશે. વર્ષ 2025માં મકર રાશિવાળા પરથી શનિની સાડાસાતી ખતમ થશે. તમારા અટકેલા કામો પૂરા થશે. કરજથી છૂટકારો મળશે અને અટવાયેલું ધન પાછું મળશે. નોકરીમાં પગાર વધારો અને વેપારમાં નફો થશે. આત્મવિશ્વાસ વધશે. આ દરમિયાન ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આ સમય તમારા માટે નવી શરૂઆત અને સફળતાનો રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.