રાત્રે કેમ ચાલુ ન રાખવું જોઇએ Heating Blower? આજે જ જાણી લો તેની હકિકત
ઘણી વખત જોવામાં આવ્યું છે કે જ્યારે તમે હીટિંગ બ્લોઅરને સતત ચલાવો છો તો ક્યારેક તમને ગૂંગળામણ જેવું લાગે છે. આમ ન થાય એટલા માટે તમારે તમારા પલંગની નજીક ક્યારેય હીટિંગ બ્લોઅર ન રાખવું જોઈએ અને થોડા કલાકો સુધી તેનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરી દેવું જોઈએ.
જો રૂમમાં હીટિંગ બ્લોઅર સતત ચલાવવામાં આવે છે, તો તેના કારણે રૂમમાં હાજર ભેજ સંપૂર્ણપણે નાશ પામે છે, જેના કારણે તમને ચામડીના રોગો થઈ શકે છે જેમાં તમારી ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થઇ જાય છે.
જો તમારે વધારે પડતી ઠંડીને કારણે તમારા રૂમમાં હીટિંગ બ્લોઅર ચલાવવું પડે, તો તમારા માટે સારું વેન્ટિલેશન જાળવવું સૌથી મહત્વપૂર્ણ છે. તમારે થોડા કલાકો સુધી તેનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરી દેવું જોઈએ અને પછી સૂઈ જવું જોઈએ.
જો તમે હીટિંગ બ્લોઅરને આખી રાત ચાલુ રાખીને સૂઈ જાઓ છો, તો તે રૂમમાં હાજર ઓક્સિજનને નષ્ટ કરી શકે છે અને રૂમમાં વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડને કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
જ્યારે શિયાળો અસહ્ય થઈ જાય ત્યારે હીટિંગ બ્લોઅરનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ, હકીકતમાં તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અને એટલું જ નહીં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.