Love Story: ઉંમરમાં મોટી છે આ ટીવી અભિનેતાઓની પત્ની, પણ અહીં પ્રેમમાં નથી નડી ઉંમર
10 મે 2018ના દિવસે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ લગ્ન કરીને તમામ ફેન્સને ચોંકાવી દીધા. કપલે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું કે તેણે પોતાના પરિવારની સામે દિલ્લીના ગુરુદ્વારામાં સાત ફેરા ફરી લીધા. લગ્નના 6 પછી નેહા અને અંગદે પુત્રી મેહરનું સ્વાગત કર્યું. નેહા ધૂપિયા પોતાના પતિ અંગદ બેદીથી 2 વર્ષ મોટી છે.
સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ જે લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ લગ્ન કરીને પોતાની જિંદગીને નવો વળાંક આપ્યો. બંનેએ 16 ડિસેમ્બર 2016માં સાત ફેરા ફરી લીધા. સુયશ પત્ની કિશ્વર મર્ચન્ટથી 8 વર્ષ નાનો છે.
સંકેત ભોંસલે અને સુગંધા મિશ્રાએ 26 એપ્રિલ 2021ના રોજ લગ્ન કરી લીધા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સંકેત સુગંધાથી 4 વર્ષ નાનો છે. બંનેએ લોકડાઉનની વચ્ચે લગ્ન કર્યા. જેના કારણે તેમના ઘરના લોકો જ લગ્નમાં ભાગ લઈ શક્યા હતા.
પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની પહેલી મુલાકાત બિગ બોસના ઘરમાં થઈ હતી. જ્યારે પ્રિન્સને પહેલી નજરમાં જ યુવિકા સાથે પ્રેમ થઈ ગયો અને યુવિકાએ તેને પછી પસંદ કર્યો. બંનએએ 12 ઓક્ટોબર 2018માં લગ્ન કરી લીધા. પ્રિન્સ યુવિકાથી સાત વર્ષ નાનો છે.
કોમેડિયન કૃષ્ણા અભિષેકે જુલાઈ 2013માં કાશ્મીરા શાહ સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલાં આ કપલ એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે કૃષ્ણા પત્ની કાશ્મીરાથી 11 વર્ષ નાનો છે. કૃષ્ણા અને કાશ્મીરા બે છોકરાના માતા-પિતા પણ છે. જેમણે સરોગસી દ્વારા તેમનું સ્વાગત કર્યું.
ટેલીવિઝન એક્ટર કરણવીર બોહરાએ ટીજે સિદ્ધુ સાથે બેંગલુરુમાં લગ્ન કર્યા હતા. જ્યાં તેમનો આખો પરિવાર અને દોસ્ત જોડાયા હતા. એક્ટર પોતાની પત્નીથી અઢી વર્ષ નાનો છે અને હવે તેની ત્રણ પુત્રીઓ છે.
ટેલીવિઝનના લોકપ્રિય હોસ્ટ જય ભાનુશાળી એક પાર્ટી દરમિયાન પોતાની પત્ની માહી વિજને મળ્યો હતો. નવેમ્બર 2011માં બંનેએ એકબીજા સાથે સાત ફેરા ફરી લીધા. તેમના ફેન્સને એ અંદાજ નહીં હોય કે જય પોતાની પત્ની માહીથી 2 વર્ષ નાનો છે.
ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા એક કોમેડી શોના સેટ પર મળ્યા હતા. જેના પછી બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. કપલે 3 ડિસેમ્બર 2017માં પોતાના પરિવાર અને દોસ્તોની હાજરીમાં લગ્ન કરી લીધા. ઉંમરની વાત કરીએ તો ભારતી પતિ હર્ષથી લગભગ અઢી વર્ષ મોટી છે.