Happy Birthday Suryakumar Yadav: સૂર્યકુમારની પત્નીએ રોમેન્ટિંક અંદાજમાં કર્યું બર્થ-ડે વિશ, જાણો કોલેજવાળી રસપ્રદ લવ-સ્ટોરી
સૂર્યકુમારની પત્ની દેવિશાએ પણ સ્પેશિયલ અંદાજમાં બર્થડે સેલિબ્રેટ કર્યો છે. સાથે એક ફોટો શેર કરતા રોમેન્ટિક પોસ્ટ પણ લખી છે. તેમાં દેવિશાએ લખ્યું કે સૂર્યકુમારને તેમણે 20 વર્ષના યુવકથી મેચ્યોર વ્યક્તિ બનતા જોયો છે.
સૂર્યકુમારને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવતા દેવીશાએ લખ્યું, 'મેં તમને 20 વર્ષના યુવકમાંથી આજે તમે જેટલો પરિપક્વ વ્યક્તિ છો તે જોયો છે. હું તમને ત્યારે પણ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. તમે મારા જીવનમાં ખુશી લાવ્યા છો. તમે મારી આંખનું રતન છો. તમને હંમેશા હું પ્રેમ કરતી રહીશ.
દેવીશા અને સૂર્યા બંનેએ એક વીડિયો શેર કર્યો છે. આમાં સૂર્યકુમાર કેક કાપતા અને પત્ની દેવીશાને અનોખી રીતે કેક ખવડાવતા જોવા મળે છે. આ બંને સિવાય વીડિયોમાં અન્ય કેટલાક લોકો પણ છે, પરંતુ તે જોવા મળતા નથી.
દેવીશા સાથે સૂર્યાની પહેલી મુલાકાત 2012માં મુંબઈની પોદ્દાર ડિગ્રી કોલેજમાં થઈ હતી. ત્યારે સૂર્યા બી.કોમ.ના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને દેવીશા 12મું પાસ કરીને આવી હતી. ત્યારે સૂર્યા 22 વર્ષની અને દેવીશા 19 વર્ષની હતી.
કોલેજના સમયે સૂર્યાને દેવીશાનો ડાન્સ ખૂબ જ ગમ્યો અને તે તેના પ્રેમમાં પડી ગયો. જ્યારે દેવીશાને પણ સૂર્યાની ક્રિકેટિંગ સ્કિલ અને બેટિંગ ઘણી પસંદ હતી. અહીંથી બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2016માં લગ્ન કર્યા હતા.
લગ્ન પછી જ સૂર્યાની કારકિર્દીમાં વેગ આવ્યો છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા સૂર્યાએ ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી લીધી છે. હવે સૂર્યકુમારને પણ આગામી મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા મળી છે.