ગરમી પડશે કે ઠંડી વધશે? જાણો આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે શું કરી છે આગાહી
રાજ્યભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 4-5 દિવસ હવામાનમાં વધુ ફેરફાર થશે નહીં. એટલે કે આવનારા એક સપ્તાહ દરમિયાન હવામાન સૂકું રહેશે.
હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. જે સામાન્ય તાપમાન કરતા વધારે છે. એટલે કે હજુ ઠંડીની શરૂઆત થઈ નથી. લઘુત્તમ તાપમાન પણ 23 ડિગ્રી આસપાસ છે.
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બરે પણ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા. 29 નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે. આ વર્ષે શિયાળામાં અષાઢી માહોલ રહેશે. 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે.
અન્ય આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.