આગની જેમ ફેલાયેલ LIC વેચાવાના સમાચાર બાદ તમારી ઈન્સ્યોરન્સ પોલિસીનું શું થશે, એ પણ જાણી લેજો
અધિકારીઓનું કહેવુ છે કે, માર્કેટમાં રૂપિયા લાવવા માટે કેન્દ્ર સરકાર કોઈ કંપનીનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરે છે. આવામાં કેન્દ્ર સરકાર માત્ર LICની કેટલીક હિસ્સેદારી વેચવાનું વિચાર કરી રહી છે. જેનાથી કોઈ પણ પોલિસીધારકોને કોઈ નુકસાન નહિ થાય.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, LICની હિસ્સેદારી વેચવાથી વીમાધારકોને ગભરાવાની જરૂર નથી. પોલિસી પૂરા થવા પર તમે સરળતાથી રૂપિયા કાઢી શકશો. તમારી કોઈ પણ પોલિસી પર હિસ્સેદારી વેચવાની સીધી અસર નહિ થાય.
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવા દરમિયાન ભારતીય જીવન વીમા નિગમ (LIC) આરંભિક સાર્વજનિક નિગમ (IPO) ના માધ્યમથી હિસ્સેદારી વેચવાની જાહેરાત કરી હતી.
જોકે, સરકારે પોતાના આ નિર્ણય પર ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિયેશને (AIIEA) પણ સરકારના આ નિર્ણય પર કહ્યું છે કે, આગામી દિવસોમાં હડતાળના માધ્યમથી આ બાબતનો વિરોધ કરવામાં આવશે.