Market: આજે ભારતનું માર્કેટ કઈ બાજુ જશે ? શેરબજારની તેજીને લાગશે બ્રેક કે ચાલુ રહેશે વધારો, શું કહે છે ગ્લોબલ માર્કેટ?

Thu, 30 Jan 2025-8:23 am,

Share Market: યુએસ ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસી બાદ વૈશ્વિક બજારમાં નબળો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ગુરુવારે, સ્થાનિક શેરબજાર બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 માં ઘટાડા સાથે ખુલવાની ધારણા છે. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય અને માઇક્રોસોફ્ટ, ટેસ્લા અને મેટાના ત્રિમાસિક પરિણામો પર રોકાણકારોની પ્રતિક્રિયાના કારણે એશિયન બજારો ઘટ્યા હતા, જ્યારે યુએસ શેરબજારો પણ રાતોરાત નુકસાન સાથે બંધ થયા હતા. યુએસ ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. યુએસ ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરોને 4.25% - 4.50% પર યથાવત રાખ્યા છે.

આ પહેલા બુધવારે ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 631.55 પોઈન્ટ અથવા 0.83% વધીને 76,532.96 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 205.85 પોઈન્ટ અથવા 0.9% વધીને 23,163.10 પર બંધ થયો હતો.  

એશિયન બજાર: જાપાનનો નિક્કી 225 0.17% અને ટોપિક્સ 0.21% ઘટ્યો. ઓસ્ટ્રેલિયન બજારો S&P/ASX 200 સાથે 0.37% વધ્યા. ચીન, તાઈવાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગના બજારો નવા વર્ષની રજા માટે બંધ છે.  

GIFT નિફ્ટી 23,150ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધથી લગભગ 2 પોઈન્ટનું પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજારની ધીમી શરૂઆત સૂચવે છે.  

વોલ સ્ટ્રીટ યુએસ શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું કારણ કે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં અપેક્ષા મુજબ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 140.04 પોઈન્ટ્સ અથવા 0.31% ઘટીને 44,710.31 પર જ્યારે S&P 500 29.03 પોઈન્ટ્સ અથવા 0.48% ઘટીને 6,038.67 પર છે. Nasdaq Composite 106.08 પોઈન્ટ અથવા 0.54 ટકાના ઘટાડા સાથે 19,627.51 ના સ્તર પર બંધ થયો.

(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link