આ આગાહી ઘાતક સાબિત થશે? ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?

Sat, 20 Jan 2024-5:15 pm,

આગામી સમયમાં ઠંડી કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. સામાન્ય રીતે ઉતર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યુ છે.

અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 20થી 22 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે. આ અરસામાં દેશના ઉત્તરભાગમાંથી પર્વતિય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. જેમાં જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર, ઉપલેટા, મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 25થી 26 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. જ્યારે 25થી 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. 26 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઇ હોય તેવું જણાશે. 7 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે. 10 ફેબ્રુઆરીથી રાજ્યના ભાગોમાં સવારે ઠંડી આવવાની શક્યતા રહેશે. જ્યારે 12થી 14 ફેબ્રુઆરીએ પણ ઠંડી રહી શકે.

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.

હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે.અમદાવાદમાં  તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે. 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે અને ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link