કેવી રીતે કરવી શિયાળું પાકની વાવણી? DAP ખાતરની અછતથી ખેડૂતો ચિંતાતૂર!

Thu, 07 Nov 2024-1:19 pm,

Agriculture News: પહેલાં કમોસમી વરસાદ...પછી પાછોતરો વરસાદ...આમને આમ ખેતીનો ડાટ વળી ગયો. બીજી તરફ ડીએપી ખાતરની અછતને કારણે શિયાળું પાકના વાવેતરમાં પણ પડી રહ્યાં છે ફાંફાં...ગુજરાતના ખેડૂતોને આવી સ્થિતિને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માગ છે કે વહેલી તકે ખાતર મળશે તો જ શિયાળું પાકનું વાવેતર કરી શકીશું,,,

અતિવૃષ્ટિના લીધે પાકને મોટાપાયે નુકસાન થયું છે હવે ખેડૂતો શિયાળું પાકના વાવેતર પર આશા રાખી રહ્યા છે. પરંતુ રાજકોટના જસદણમાં શિયાળું પાકની વાવણી અગાઉ જ DAP ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે...છેલ્લા ઘણા સમયથી ખાતર ન મળતાં કેવી રીતે શિયાળું પાકનું વાવેતર કરવું તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે..ખાતર ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે,,,ખેડૂતોને ક્યારે ખાતર મળશે તે સૌથી મોટો સવાલ છે. શિયાળુ પાકના વાવેતર સમયે જ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું ત્યારે વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવા પ્રયાસ સરકાર કરે તે જરૂરી.

આ વખતે ચોમાસામાં ભારે વરસાદે ખેતીને વ્યાપક નુકશાન થયું હતું,સાથે જ વિવિધ પાકો ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક રીતે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો,સાથે ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે પાર નથી,તેમ એક બાજુ, આર્થિક રીતે તબાહ ખેડૂતો નાણાંભીડનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ, રવિપાકની વાવણી અગાઉ જ ડીએપી ખાતરની અછત વર્તાઇ રહી છે,જેના કારણોસર ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી ડીએપી ખાતરની અછત વર્તાઇ રહી છે,એક તો ચોમાસુ પાક નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે સારો શિયાળુ પાક થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યાં છે,પરંતુ ભારે વરસાદને લીધે આ વખતે ખેડૂતોને ભારે નુકશાની વ્હોરવાનો વારો આવ્યો છે જાણે મોઢામાંથી કોળિયો છિનવાયો છે, દિવાળી બાદ ખેડૂતો રવિપાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યાં છે, ખાસ કરીને નાના ખેડૂતો નાણાંભીડ અનુભવી રહ્યાં છે,ખાતર,જંતુનાશક દવા ખરીદવાના નાણાં નથી તેમાં પણ ડીએપી ખાતર ની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

શિયાળુ પાકનું વાવેતર કરતા પહેલા ખેતરની અંદર DAP ખાતર નાખવામાં આવે છે,પરંતુ જસદણ પંથકમાં ઘણા સમય થયાં ખાતર નહિ મળતા ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કઈ રીતે કરવું તે એક પ્રશ્ન છે, સાથે એક ચોમાસુ પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો હતો,ત્યારે ખેડૂતોને હવે શિયાળુ પાક ઉપર આશા રાખીને બેઠા છે તેવા સમયે જ ખાતર ની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે,અને વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી માંગ કરી રહ્યા છે.

શિયાળુ પાક ના વાવેતર નો સમય છે ત્યારે ખેડૂતો ખાતર નથી રહ્યું જેથી ખેડૂતોને ખાતર માટે મંડળીએ ધક્કા ખાઈ રહ્યા છે,ત્યારે APMC ના ચેરમેન જણાવ્યું હતું કે ખાતર ની આવક ધીમે ધીમે શરૂ થઈ હોવાનો દાવો કર્યો હતો,સાથે ટુક સમયમાં જેમ જેમ ખાતર ની જરૂરિયાત હશે તેમ પાયાના ખાતર ધીમે ધીમે મળતા રહેશે,સાથે સપ્લાય ધીમે ધીમે શરૂ થઈ જશે તેવા અમારા તરફથી પણ પ્રયાસ શરૂ છે દાવો કર્યો હતો,ત્યારે ખેડૂતોને ખાતર ક્યારે મળશે તે પ્રશ્ન છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link