ગુજરાતમાં ખોરવાઇ ગઈ શિયાળાની સિસ્ટમ, જાણો શું છે કારણ? જોઇએ તેવી ઠંડી ન પડતા મોટા ખતરાના સંકેત
એક દાયકામાં પહેલીવાર દોઢ મહિનો ઠંડી મોડી શરૂ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી ન પડવાની હવામાન ખાતાએ કરી આગાહી છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે.
આ વચ્ચે જ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી છે. 8,9 અને 10 તારીખે આવનાર માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે હવામાન ખાતાએ આ આગાહી કરી છે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે.
આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહી થાય. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે.
અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છેકે, અલનીનોને કારણે ઠંડીની અસરમાં ફેરફાર થશે. આગામી 8 જાન્યુઆરીએ માવઠાની શક્યતા પણ છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ જણાવ્યું છેકે, જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં મોટી નવાજૂની થશે. ગુજરાતે માવઠાનો માર સહન કરવો પડશે અને ઠંડીનો પારો પણ ગગડશે.