PICS: Gujarat માં આવેલું આ ગામ દેશનું સૌથી અમીર ગામ, 17 બેંકોમાં 5000 કરોડ રૂપિયા ડિપોઝિટ

Fri, 06 Aug 2021-9:46 pm,

કચ્છ જિલ્લાનું માધાપર ગામ એટલું સમૃદ્ધ ગામ છે કે દુનિયાભરના લોકો તેને જોવા માટે આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઈન્ટર કોલેજ સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની પણ વ્યવસ્થા છે. ગામનો પોતાનો શોપિંગ મોલ છે. જ્યાં દુનિયાભરના બ્રાન્ડ મળે છે. ગામમાં તળવા છે અને બાળકોને ન્હાવા માટે શાનદાર સ્વીમિંગ પૂલ પણ છે. 

અમારી સહયોગી સાઈટ વિઓનના જણાવ્યાં મુજબ આ ગામમાં જે 17 બેંકો છે તે તમામ જાણીતી બેંકોની શાખા છે. જેમાં 5000 કરોડ રૂપિયા જમા છે. અહીંથી લોકો ભારતના બીજા શહેરોમાં જવાની જગ્યાએ કેનેડા, અમેરિકા, લંડન, કેન્યા, યુગાન્ડા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રીકા, તંઝાનિયા કેન્યા જઈને વસી ગયા છે. 

સૌથી મોટી વાત એ છે કે લોકો તો આ ગામની બહાર જઈને વસી ગયા પરંતુ ગામની માટીએ તેમને હંમેશા જકડી રાખ્યા. ગામ સાથે તેમનો સંપર્ક હંમેશા જળવાઈ રહ્યો. માધાપર ગામના લોકો વિદેશથી પૈસા કમાઈને ગામમાં ભેગા કરે છે. આ ગામના પ્રત્યેક ઘરમાં ઓછામાં ઓછા 2 લોકો વિદેશમાં રહે છે. 

કૃષિ સમૃદ્ધિમાં એક મોટી ભૂમિકા ભજવે છે અને મોટાભાગનો કૃષિ સામાન મુંબઈથી આયાત કરાય છે. આ ગામના લોકો હજુ પણ ખેતીવાડી કરે છે, કોઈએ પોતાના ખેતર વેચ્યા નથી. ગામમાં આધુનિક ગૌશાળા પણ છે. ગામનો પોતાનો કમ્યુનિટી હોલ છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. 

1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામનું એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. ઓફિસ એટલા માટે ખોલવામાં આવી જેથી કરીને માધપર ગામના લોકો પરસ્પર મળી શકે. એ જ રીતે ગામમાં પણ એક ઓફિસ ખોલવામાં આવી છે. જેથી કરીને લંડનથી સીધો સંપર્ક થઈ શકે. તે યુકેમાં રહેતા ગામના લોકોને પોતાના લોકોની સાથે સંપર્ક બનાવવામાં અને સંસ્કૃતિ તથા મૂલ્યો જાળવી રાખવામાં પણ મદદ કરે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link