યોગી 2.0 માં `નારી શક્તિ`, જાણો કોણ છે UP સરકારમાં મંત્રી બનનારી 5 મહિલા
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આગરા ગ્રામીણ ક્ષેત્રથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય બેબી રાની મોર્યને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી પદની શપથ લેવડાવી પાર્ટીએ દલિત અને મહિલા બંનેને એક સાથે સાધવાની પહેલ કરી છે. તેઓ પહેલા ઉત્તરાખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે અને ભાજપની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. બેબી રાની રાજ્ય બાળ આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ જાટવ સમાજમાંથી આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ માયાવતી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાની શાહાબાદ વિધાનસભા સીટથી રજની તિવારી ફરી એકવાર ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બની છે. આ પહેલા રજની તિવારીએ 2017 માં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર આસિફ ખાનને હરાવ્યા હતા. રજની તિવારીના પતિ ઉપેન્દ્ર તિવારી બિલગ્રામ નિર્વાચન ક્ષેત્રથી ધારાસભ્ય હતા. તેમના નિધન બાદ પેટાચૂંટણીમાં રજની તિવારી આ સીટ પર ધારાસભ્ય બની હતી. રજની તિવારી આ વખેત ચોથી વખત ધારાસભ્ય બની છે.
વિજય લક્ષ્મી ગૌતમ યોગી સરકારમાં રાજ્યમંત્રી બન્યા છે. વિજય લક્ષ્મી ગૌતમ સલેમપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય છે. 1992 થી રાજનીતિ શરૂ કરનાર વિજય લક્ષ્મી ગૌતમ ભાજપ મહિલા મોરચાના દેવરિયા નગરના અધ્યક્ષ રહ્યા છે. આ ઉપરાંત ભાજપના નગર ઉપાધ્યક્ષ, જિલ્લા મહિલા મોરચાના બે વખત અધ્યક્ષ, ભાજપ જિલ્લા મંત્રી, ભાજપ ગોરખપુર ક્ષેત્રના મંત્રી અને ભાજપના પ્રદેશ કાર્યસમિતિ સભ્ય રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી 2022 માં કાનપુર દેહાતથી પ્રતિબા શુક્લા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેમણે સપાના નીરજ સિંહને હરાવી પોતાની જગ્યા બનાવી છે. 2007 માં પણ તેઓ ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 2017 વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત અને વર્ષ 2022 માં ત્રીજી વખત તેમણે જીત હાંસલ કરી છે. તેમના પતિ અનિલ શુક્લ બસપાના સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. બાદમાં પતિએ બાજપ જોઈન કર્યું હતું. પ્રતિબા શુક્લા વર્ષ 2007- 2009 સુધી લોક લેખા સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. ત્યારબાદ 2009 થી 2012 માં મહિલા તેમજ બાળ વિકાસ સંબંધી સંયુક્ત સમિતિના સભ્યા રહ્યા.
ચંદૌસી વિધાન સભા સીટથી જીતનાર ગુલાબ દેવી યોગી સરકારમાં સ્વતંત્ર પ્રભાર મંત્રી બન્યા છે. ગુલાબ દેવી ગત સરકારમાં રાજ્યમંત્રી હતા. તેઓ પ્રથમ વખત 1991 માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. 1996 માં તેમણે ફરી ચૂંટણી જીતી હતી. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભાજપ સરકારમાં માધ્યમિક શિક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે.