Family Group માં મોકલી દીધો પોતાનો આપત્તિજનક Photo, જાણો પછી મહિલાને ઘરવાળાઓએ શું કર્યું

Wed, 21 Apr 2021-6:11 pm,

ટિકટોક યૂઝરનું નામ બેથની માર્ગેરેટ છે. તેમણે ભૂલથી પોતાનો આપત્તિજનક ફોટો ફેમિલીના WhatsApp ગ્રુપમાં મોકલી દીધો હતો. બેથનીએ જણાવ્યું કે તેના લીધે ખૂબ શરમમાં મુકાઇ ગઇ કારણ કે તેમણે જ્યારે ફોટો ડિલીટ કર્યો ત્યાં સુધી તો પરિવારના ઘણા લોકો આ ફોટાને જોઇ ચૂક્યા હતા. (પ્રતિકાત્મક તસવીર/સાભાર- રોયટર્સ) 

બેથનીએ જણાવ્યું કે તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા માટે ગઇ હતી. તેનો પ્લાન હતો કે શોપિંગ બાદ તે ઘરે જશે અને કપડાંનું ફીટીંગ ચેક કરશે. પરંતુ તેના મિત્રને અચાનક કોઇ કામ યાદ આવ્યું અને તેની સાથે ઘરે જવાનો પ્લાન કેન્સલ થઇ ગયો. (પ્રતિકાત્મક તસવીર/સાભાર- PEXELS)

ત્યારબાદ જ્યારે બેથની પોતાના ઘરે ગઇ તો તેમણે કપડાંનું ફિટીંગ ચેક કરવાનું શરૂ કર્યું અને તેનો ફોટો પાડ્યો. પછે તેણે મોબાઇલ લીધો અને WhatsApp પર પોતાની બેસ્ટ ફ્રેંડને ફોટો મોકલવા લાગી. (પ્રતિકાત્મક તસવીર/સાભાર- PEXELS)

જ્યારે થોડીવાર બેથનીએ મોબાઇલ ફરીથી લીધો તો તેના હોશ ઉડી ગયા. તેના ભાઇએ તેને ફોન કર્યો અને કહ્યું કે ગ્રુપમાંથી તાત્કાલિક ફોટા ડિલેટ કરો. તેમણે જોયું કે ફોટો ભૂલથી ફેમિલી ગ્રુપમાં જતો રહ્યો છે. પછી તેણે તાત્કાલિક ફોટો ડિલીટ કરી દીધો પરંતુ ત્યાં સુધી ઘણા લોકો તેનો ફોટો જોઇ ચૂક્યા હતા. બેથનીએ કહ્યું કે આ તો સારું થયું મારા પપ્પા તે સમયે સૂતા હતા. તેમણે તે ફોટા જોયા નહી, જોકે મેં તેમને બીજા દિવસે સમગ્ર મામલો જણાવીને સમજાવી દીધા હતા. (પ્રતિકાત્મક તસવીર/સાભાર- PEXELS)

આ ઘટના બાદ બેથની ખૂબ પરેશાન રહેવા લાગી. પરંતુ આવા સમયમાં તેમના પરિવારે તેમનો સાથ આપ્યો. બેથનીએ જણાવ્યું કે તેના દિયરે પણ તેમને દુખી ન થવા માટે કહ્યું. આ ભૂલ ગમે તેનાથી થઇ શકે છે. બેથની ડિપ્રેશનમાં આવી ન જાય એટલા માટે પરિવારના લોકોએ ફોટોવાળી ઘટના પર કશું જ ન કહ્યું. બેથનીએ ટિકટોક પર વીડિયો દ્વારા આ વાત જણાવી. બેથનીના આ વીડિયોને અત્યાર સુધી લાખો યૂઝર જોઇ ચૂક્યા છે. યૂઝર બેથનીના પરિવારની સમજદારીની પ્રશંસા કરી રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર/સાભાર- PEXELS)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link