પ્રમુખ સ્વામી નગર ખાતે મહિલા દિવસની ઉજવણી, સ્મૃતિ ઈરાનીથી લઈને રિવાબા સુધીના મહિલા નેતાઓ હાજર
મહિલા દિવસની ઉપસ્થિતિમાં હાજર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ ખાસ બાપાને મુંબઈ ખાતેની તેમની મુલાકાતને યાદ કરી હતી અને અહીં વિવિધ કાર્યક્રમો જે બાળકોને બતાવવામાં આવી રહ્યા છે તે તેમના ભવિષ્યને નવી રાહ ચીંધશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે નીમાબેન આચાર્ય પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતા.
ઉલ્લેખનિય છે કે પ્રમુખસ્વામી મહારાજના જીવન ચરિત્ર અને જીવન મૂલ્યોના આધારે તેમના સેવા કાર્યોથી પ્રેરિત જીવન જીવવા અને અન્ય શ્રદ્ધાળુઓને પણ માહિતી મેસેજ ને લોકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ હોય છે તે જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.
એટલું જ નહીં અહીંથી વ્યવસ્થા આસ્થા અને સંસ્કૃતિના સિંચનની દેશ વિદેશમાં ફેલાવવાનું કામ પ્રમુખસ્વામી જે રીતે કર્યું છે તે જ રીતે મહંત સ્વામી અને અન્ય શ્રદ્ધાળુઓ પણ આગળ ધપાવી રહ્યા હોવાનું મહાનુભાવનું માનવું હતું.