કેમ હંમેશા ભાભીઓની ફિરાકમાં હોય છે કુંવારા છોકરા? છોકરીઓ કરતા કેમ વધુ ગમે છે ભાભીઓ?

Tue, 14 May 2024-7:16 pm,

પ્રેમ કરનારા જાતિ, ઉંમર, રંગ, રૂપની ચિંતા કરતા નથી. પરંતુ ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે. બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે. યુવકો પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે. એક અભ્યાસમાં એવુ સામે આવ્યું કે, યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં વધુ રસ છે. પરંતુ આ પાછળના કારણો પણ જાણી લઈએ. 

ત્યાં સુધી કે ઘણા ફિલ્મ અને ટીવી સ્ટાર્સ એવા છે જેઓ પરિણીત છે અથવા તેમનાથી મોટી છોકરી સાથે સંબંધમાં છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને સિંગર-એક્ટર નિક જોનાસ ઉપરાંત મલાઈકા અરોરા-અર્જુન કપૂર, ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન, બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવર જેવા બોલિવૂડ સ્ટાર્સના નામ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે નાના છોકરાઓ મોટી ઉંમરની મહિલાઓને કેમ પસંદ કરે છે? ના, તો ચાલો તમને તેની પાછળના કેટલાક સંભવિત કારણો જણાવીએ. સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે. 

કેરિંગ પાર્ટનર- કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓ વધુ કેરિંગ પાર્ટનર માનવામાં આવે છે. યુવકોને મહિલાઓનો આ પ્રેમાળ સ્વભાવ વધુ પસંદ આવે છે. કુંવારી યુવતીઓમાં પ્રેમાળ સ્વભાવ ઓછો જોવા મળે છે. જેના કારણે તેઓ પરિણીત મહિલાઓ તરફ આકર્ષિત થાય છે.   

પૈસા કોઈ સમસ્યા નહીં- સ્ત્રીઓ પુરૂષો કરતાં તુલનાત્મક રીતે તેમની કારકિર્દીમાં ઝડપથી સ્થાયી થાય છે. આવી સ્થિતિમાં છોકરાઓ તેમના તરફ વધુ આકર્ષાય છે. કારણ કે તે જાણે છે કે તે પૈસાનું સંબંધમાં સ્થાન નથી. જરૂર પડ્યે મદદ કરવાની સ્થિતિમાં પણ હોય છે.  

વધુ સમજણ અને સહાયક- મોટી ઉંમરની સ્ત્રીઓ સ્વ-કેન્દ્રિત હોતી નથી, જે નાની ઉંમરમાં બનવું થોડું મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, જો સંબંધમાં કંઇક ખોટું થાય છે, તો તે તેમની સાથે સારી રીતે વ્યવહાર કરવામાં સક્ષમ છે. તે જ સમયે, તેણી તેના જીવનસાથી પ્રત્યે વધુ સહાયક હોય છે અને તેને સમજે છે.  

વધુ પ્રમાણિક- બાય ધ વે, ઈમાનદારીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. પણ જેમ જેમ લોકોની સમજ વધે છે તેમ તેમ તેમની પ્રામાણિકતાની ભાવના વધે છે. સમજણ સામાન્ય રીતે ઉંમર સાથે વધે છે. તેથી જ છોકરાઓ મોટી ઉંમરની છોકરીઓ સાથે રહેવામાં વધુ કમ્ફર્ટેબલ હોય છે. કારણ કે તેઓ સંબંધમાં છેતરપિંડી થવાની શક્યતા ઓછી હોય છે.

હોર્મોન્સમાં બદલાવ- લગ્ન બાદ દરેક મહિલામા હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે તેમની સ્કીન વધુ ગ્લો કરે છે. લગ્ન બાદ મહિલાઓની સુંદરતા વધુ નિખરે છે. એટલુ જ નહિ, મહિલાઓની ફિગર પણ આકર્ષિત બને છે. મહિલાઓમાં આવતા આ બદલાવ યુવકોને વધુ ગમે છે.   

કોઈ કમિટમેન્ટ નહિ- પરિણીત મહિલાઓને ડેટ કરવામાં યુવકોને કોઈ પ્રકારનું કમિટમેન્ટ આપવુ પડતું નથી. તેઓ પોતાના કામ પર વધુ ફોકસ કરે છે. એ પણ એક કારણ છે કે, યુવકો યુવતીઓના બદલે પરિણીત મહિલાઓને ડેટ કરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે તેઓ ગળે પડતી નથી. 

ભવિષ્યની કોઈ ચિંતા નહિ- એક પરિણીત મહિલા પોતાના પતિને છોડવા તૈયાર હોતી નથી. તેઓ માત્ર કંટાળાજનક જિંદગીમાં થોડું ટ્વિસ્ટ લાવવા માંગે છે તેથી યુવકોને ડેટ કરે છે.  જેઓ ક્યારેય લાંબા રિલેશનશીપમાં માનતી જ નથી તેથી છોકરાઓ પણ સેફ રહે છે. જેઓની માગણીઓનું લિસ્ટ ટૂંકું હોવાની સાથે તેઓ સામેથી ગિફ્ટ આપે છે. 

મધ જેવો મીઠો સ્વભાવ- પરિણીત મહિલાઓ ઘરથી લઈને બહારના તમામ કામોને સારી રીતે મેનેજ કરવાનુ જાણે છે. આ દરેક કામ કરતા સમયે તે સ્ટ્રેસ લેતી નથી, અને ચહેરા પર સ્માઈલ સાથે કરે છે. પરિણીત મહિલાઓના આ સ્વભાવને કારણે યુવકો તેમના તરફ આકર્ષિત થાય છે. તેઓ કયારેય તિરસ્કાર કરતા નથી. 

પાર્ટનરનું જાળવે છે સન્માન- મોટી મહિલાઓને પ્રેમ અને રોમાંસની બાબતોમાં વધુ અનુભવ હોય છે. આવી સ્થિતિમાં, તેઓ સંબંધોના સંદર્ભમાં વધુ સ્થિર અને ઓછી અસુરક્ષિત છે. તેમનામાં એકલા રહેવાનો ડર ક્યાંક ખતમ થઈ જાય છે. ઉપરાંત, તેઓ જાણે છે કે સંબંધમાં તેમનું આત્મસન્માન ગુમાવ્યા વિના તેમના પાર્ટનરને કેવી રીતે ખુશ રાખવા. તેઓ સમજું હોય છે અને તેમનામાં આછકલાપણું ઓછું હોય છે. તે સંબંધને સીરિયસ રીતે માણે છે. 

યુવાનીમાં, દરેક સ્ત્રી તેના સપનાનું કાપડ વણવામાં વ્યસ્ત હોય છે. તેને સંસારની સમજ ઓછી છે. પરંતુ મોટી સ્ત્રીઓમાં આ સમજ સારી રીતે વિકસિત હોય છે. વિશ્વ પ્રત્યે તેનો પોતાનો દૃષ્ટિકોણ છે. જે ફિલોસોફિકલ વસ્તુઓ આપણે પુસ્તકોમાં વાંચીએ છીએ, તે લગભગ તેને તેના જીવનમાં જીવે છે. આવી સ્થિતિમાં છોકરાઓ તેમની સાથે વધુ સુરક્ષિત અનુભવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link