9ની જગ્યાએ હવે 8 કલાક કામ! ઓવરટાઇમ માટે મળશે બમણી સેલરી, આગામી વર્ષે બદલાશે નિયમ!
The Economic Times માં છપાયેલા એક સમાચાર અનુસાર સરકારી અધિકારીઓએ જણાવ્યું કે ડેલી વર્ક અવર્સને 8 કલાક જ રાખવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ ત્યારબાદ ઓવર ટાઇમ શરૂ થશે. ઓવરટાઇમમાં સેલરી રોજિંદા સેલરી કરતાં ઓછામાં ઓછી બમણી હશે.
ન્યૂઝપેપરમાં છપાયેલા સમાચાર અનુસાર સરકારના અધિકારીઓની તરફથી આ સ્પષ્ટતા આવી છે કે આ ભ્રમ ફેલાવવાનો ડર હતો નવા શ્રમ કાયદામાં કામકાજના કલાકોને વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે, જેને દૂર કરવા જરૂરી છે.
ફેક્ટરી એક્ટ હેઠળ કંપનીઓ પોતાના ત્યાં કામ કરનારા લોકો પાસે 9 કલાકથી વધુ કામ કરાવે છે, પરંતુ તેમને ઓવરટાઇમ આપતી નથી. કારણ કે હાલની વ્યવસ્થા અનુસાર જોઇ લેબર પોતાના કામના કલાકો બાદ 30 મિનિટથી વધુ સમય આપે છે તો તેને ઓવરટાઇમ ગણવામાં આવતો નથી.
પરંતુ નવા શ્રમ નિયમોની અનુસાર હવે 15 મિનિટથી 30 મિનિટ સુધી અડધો કલાક ઓવરટાઇમ માનવામાં આવશે. એટલે કે પોતાના કામના કલાકો પુરી થયા બાદ તમે 15 મિનિટથી વધુ સમય આપે છે તો તમારે 30 મિનિટનો ઓવરટાઇમ આપવામાં આવશે.
પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે નવેમ્બરમાં 2020માં લેબર મિનિસ્ટ્રી તરફથી જાહેર કરવામાં આવેલા ડ્રફ્ટ રૂલ્સમાં તેનો ઉલ્લેખન છે કામકાજના કલાકોને વધારીને 12 કલાક કરવામાં આવી શકે છે. અત્યારે 9 કલાક કામકાજનો નિયમ છે. સરકાર આ નિયમ એટલા માટે લઇને આવી કારણ કે અત્યારે ઘણા શ્રમ કાયદા પર સ્થિતિ સ્પષ્ટ નથી અને તેને લઇને ભ્રમની સ્થિતિ બનેલી છે.
નવા વેતન નિયમ (Wage Code 2019)ને ઓગસ્ટ 2019માં પાસ કરવામાં આવ્યો હતો, જોકે 1 એપ્રિલ 2021થી લાગૂ કરવામાં આવી શકે છે. તેમા6 પગાર, બોનસને લઇને ચાર પ્રકારના નિયમ નક્કી ક્રવામાં આવ્યા છે. જેનું નામ છે. Payment of Wages Act, 1936, Minimum Wages Act, 1948, Payment of Bonus Act, 1965 અને Equal Remuneration Act, 1976. નવા વેતન નિયમમાં આ વાતની જોગવાઇ કરવામાં આવી છે કે કર્મચારીઓને ન્યૂનતમ વેતન મળે અને સમયસર મળે.