World Asthma Day: અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધારી શકે છે કોરોના, આવી રીતે કરો બચાવ

Tue, 04 May 2021-1:55 pm,

સૂકી ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી આ બંને લક્ષણ કોરોના વાયરસ અને અસ્થમા બંને બીમારીઓમાં સામાન્ય છે. જેના કારણે અનેક વખત એ જાણવું મુશ્કેલ થઈ જાય છે કે દર્દીને અસ્થમાની સમસ્યાના કારણે તે બધા લક્ષણ અનુભવી રહ્યો હોય અથવા પછી કોરોના સંક્રમિત થવાના કારણે. એવામાં અત્યંત જરૂરી છે કે અસ્થમાના દર્દી સાવધાન રહે અને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે. જેથી તેમની સારવાર સમયસર શરૂ થઈ શકે.

 

 

અસ્થમા અને કોરોના વાયરસ આ બંને દર્દીના ફેફસા પર અસર કરે છે. જો કોઈ દર્દીને અસ્થમા વધેલો છે તો તેના ફેફસામાં સોજો આવે છે. જેનાથી કોરોનાના લક્ષણ ગંભીર થવાનો ખતરો વધી જાય છે. આથી અત્યંત જરૂરી છેકે અસ્થમાના દર્દી પોતાનું ધ્યાન રાખે અને બીમારીને કંટ્રોલમાં રાખે.

યૂનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની એક સ્ટડીનું માનીએ તો અસ્થમાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી એક કોમન દવા કોવિડ-19ના દર્દીઓની રિકવરી પ્રક્રિયામાં મદદ કરી શકે છે. આ સ્ટડીને લેન્સેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. તે પ્રમાણે ઈન્હેલર દ્વારા લેવામાં આવતી ગ્લૂકોકોર્ટિકોઈડ દવા ગંભીર કોવિડ-19 અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકે છે.

 

અસ્થમાના દર્દીઓ અવારનવાર ફરિયાદ કરતાં હોય છે કે માસ્ક પહેરવાથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. અને એવું લાગે છે કે તેમનો શ્વાસ રુંધાઈ રહ્યો છે. જેના કારણે આજના સમયમાં જ્યારે કોરોનાના કેસ આટલા બધા વધી રહ્યા છે, ત્યારે અસ્થમાના દર્દીઓ ઘરની બહાર બિલકુલ ન નીકળે.

જો અસ્થમાના દર્દીઓને કોવિડ ઈન્ફેક્શન થઈ જાય તો તેમણે ત્યાં સુધી વેક્સીન ન લેવી જોઈએ જ્યાં સુધી તે આખી પ્રક્રિયામાંથી રિકવર ન થઈ જાય. સાથે જ જો વેક્સીનનો પહેલો ડોઝ લીધા પછી અસ્થમાના દર્દીઓને કોઈ ઈન્ફેક્શન કે એલર્જી થઈ જાય તો ઓછામાં ઓછા 1 મહિના પછી બીજો ડોઝ લેવો જોઈએ. સાથે જ વેક્સીન લેતાં પહેલાં ડૉક્ટર સાથે વાત કરો.

(નોંધ - કોઈપણ ઉપાયને કરતાં પહેલાં હંમેશા કોઈ નિષ્ણાત કે ડૉક્ટર સાથે ચર્ચા કરો. ZEE 24 કલાક આ જાણકારી માટે જવાબદારીનો કોઈ દાવો કરતું નથી)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link