World Cup 2019: સૌથી વૃદ્ધ ટીમ શ્રીલંકા, ભારત નહીં- આ ટીમ છે સૌથી યુવા

Wed, 15 May 2019-10:48 am,

આઈસીસી વર્લ્ડ કપમાં સૌથી વૃદ્ધ ટીમ શ્રીલંકા છે. શ્રીલંકાના ખેલાડીઓની સરેરાશ ઉંમર વિશ્વકપ રમનારી 10 ટીમોના ખેલાડીઓમાં સૌથી વધુ છે. આ ટીમના ખેલાડીઓની સરેરાશ ઉંમર 29.9 વર્ષ છે. શ્રીલંકાની ટીમમાં 36 વર્ષીય જીવન મેન્ડિસ સૌથી મોટો ખેલાડી છે. તો ત્યારબાદ 35 વર્ષીય મલિંગા છે, 32 વર્ષીય સુરંગા લકમલ અને 31 વર્ષીય પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસનું નામ આવે છે. તેવામાં ઉંમરના મામલામાં શ્રીલંકાની ટીમ ICC World Cup 2019ની સૌથી વૃદ્ધ ટીમ છે. 

શ્રીલંકા બાદ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ઉંમર એવરેજની સાથે સૌથી વૃદ્ધ ટીમોમાં બીજા સ્થાન પર છે. સાઉથ આફ્રિકી ટીમમાં ટૂર્નામેન્ટનો સૌથી વૃદ્ધ ખેલાડી ઇમરાન તાહિર (40 વર્ષ) સામેલ છે. 

ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓની સરેરાશ ઉંમર 29.5 છે. ઈંગ્લેન્ડમાં લિયામ પ્લંકેટ સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે, જેની ઉંમર 34 વર્ષ છે. આ ટીમમાં 5 ખેલાડી 30 વર્ષથી વધુની ઉંમરના છે. 24 વર્ષીય ટોમ કરન આ ટીમનો સૌથી યુવા ખેલાડી છે. 

સૌથી વૃદ્ધ ટીમોના મામલામાં વિરાટ કોહલીની આગેવાનીમાં રમનારી ટીમ ઈન્ડિયા ચોથા ક્રમે છે, જેની સરેરાશ ઉંમર 29.53 છે. આ ટીમમાં એમએસ ધોની સૌથી મોટો ખેલાડી છે. તેની ઉંમર 37 વર્ષ છે. તો 24 વર્ષીય કુલદીપ યાદવ ટીમનો સૌથી યુવા ખેલાડી છે. 

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ 5મી સૌથી મોટી ટીમ છે, જેમાં ખેલાડીઓની એવરેજ ઉંમર 29.40 છે. 35 વર્ષીય શોન માર્શ ઓસ્ટ્રેલિયન ટીમમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તો 22 વર્ષીય જે રિચર્ડ્સન ટીમનો સૌથી યુવા ચહેરો છે. 

2015ના વિશ્વ કપમાં રનર્સ-અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમની સરેરાશ ઉંમર 29 વર્ષ છે. 35 વર્ષીય રોસ ટેલર ટીમમાં સૌથી મોટો ખેલાડી છે, તો 26 વર્ષીય ઇશ સોઢી સૌથી યુવા ખેલાડી છે.   

બે વખત વિશ્વ વિજેતા ટીમ વેસ્ટઈન્ડિઝની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. ક્રિસ ગેલ આ ટીમમાં સૌથી વૃદ્ધ ખેલાડી છે. તેની ઉંમર 39 વર્ષ છે. તો 222 વર્ષીય ઓશાને થોમસ ટીમમાં સૌથી યુવા ખેલાડી છે.   

અફગાનિસ્તાનની ટીમ આઈસીસી વિશ્વ કપમાં બીજી સૌથી યુવા ટીમ છે, જેની સરેરાશ ઉંમર 27.4 વર્ષ  છે. મોહમ્મદ નબીની ઉંમર 34 વર્ષ છે અને તે ટીમમાં સૌથી મોટો ખેલાડી છે. તો 18 વર્ષીય મુઝીબ ઉર રહમાન ટીમનો જ નહીં પરંતુ ટૂર્નામેન્ટનો સૌથી યુવા ખેલાડી છે. 

આઈસીસી વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનની ટીમ સૌથી યુવા છે. પાકિસ્તાન ટીમની સરેરાશ ઉંમર 27.3 વર્ષ છે. મોહમ્મદ હાફિઝ ટીમમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તો 19 વર્ષીય શાહીન અફરીદી ટીમમાં સૌથી યુવા ખેલાડી છે જે ટીમના મુખ્ય સભ્ય મોહમ્મદ હસનૈનથી માત્ર એક દિવસ નાનો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link