Hardik Pandya: શ્રીલંકા સામેની મેચમાં રમશે કે નહીં હાર્દિક પંડ્યા? ઈજા પર આવ્યું મોટું અપડેટ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમમાંથી બહાર છે. તે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં બોલિંગ દરમિાયન ઈજાગ્રસ્ત થયો હતો. તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી.
હાર્દિકના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો તે ટીમ સાથે મુંબઈમાં જોડાશે, પરંતુ તેના શ્રીલંકા સામેની મેચમાં રમવા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. ઈનસાઈડ સ્પોર્ટ્ના રિપોર્ટ મુજબ આ જાણકારી સામે આવી છે.
બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં ઈજાથી ઉભરી રહેલા હાર્દિક પંડ્યાએ બેટિંગનો અભ્યાસ કર્યો છે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તેણે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરી છે.
મેનેજમેન્ટ તરફથી એ અપડેટ સામે આવ્યું છે કે હાર્દિકને ટીમમાં સામેલ કરવા માટે કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે. તે સંપૂર્ણ રીતે ફીટ થઈને જ મેદાન પર વાપસી કરશે.
અત્રે જણાવવાનું કે હાર્દિક પંડ્યા 19 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયા બાદ કોઈ મેચ રમ્યો નથી. તેણે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ મિસ કરી હતી. આવામાં જોવાની વાત એ રહેશે કે તે શ્રીલંકા સામેની મેચમાં ટીમનો ભાગ બનશે કે નહીં.