વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની જીત પાક્કી જ સમજો! આ છે મોટું કારણ

Wed, 18 Oct 2023-8:30 pm,

IND vs BAN:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ આવતી કાલે એટલે કે ગુરુવારે 19 ઓક્ટોબરના રોજ પુનાના એમસીએ સ્ટેડિયમમાં રમાશે. 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. જેમાંથી 3 મેચ ભારતે તો એક મેચ બાંગ્લાદેશે જીતી છે. ભારતે બાંગ્લાદેશને 2011, 2015, અને 2019ના વનડે વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. 

જ્યારે બાંગ્લાદેશે ભારતને 2007ના વનડે વર્લ્ડ કપમાં હરાવીને ટુર્નામેન્ટની બહાર કર્યું હતું. ત્યારબાદ સચિન તેંડુલકરથી લઈને વિરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ હતાશ થયા હતા. 

છેલ્લે 2019ના વર્લ્ડ કપ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 28 રનથી હરાવ્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરતા 9 વિકેટના ભોગે 314 રન કર્યા હતા. બાંગ્લાદેશને 50 ઓવરમાં 315 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન પર આઉટ  થઈ ગઈ અને ભારતે મેચ 28 રનથી જીતી લીધી. 

ભારત અને બાંગ્લાદેશે અત્યાર સુધીમાં એકબીજા વિરુદ્ધ 40 વનડે મેચ રમી છે. જેમાથી 31 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી છે. 

બાંગ્લાદેશની વાત કરીએ તો તેણે ભારત વિરુદ્ધ 8 વનડે મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી વનડે મેચ 27 ઓક્ટોબર 1988ના રોજ રમાઈ હતી. જેમાં ભારત 9 વિકેટે જીત્યું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link