World Diabetes Day 2024: સોનમ કપૂરથી લઈને આ હસ્તીઓને છે ડાયાબિટીસ! જાણો કેવી રીતે આપે છે જડબાતોડ જવાબ

Thu, 14 Nov 2024-3:15 pm,

આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે. આ દિવસ દુનિયાભરમાં ડાયાબિટીસ બીમારી વિશે લોકોમાં જાગૃતતા વધારવા માટે ઉજવાય છે. મધુપ્રમેહ કે ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે આપણા પેનક્રિયાસમાં યોગ્ય પ્રમાણમાં ઈન્શ્યુલિન પેદા થતું નથી. આ બીમારી દર્દીના શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલા લોકો રોજ અનેક પડકારોનો સામનો કરે છે. આ અવસરે ચલો જાણીએ કે બોલીવુડની કઈ કઈ હસ્તીઓ આ બીમારીથી પીડાય છે અને કઈ રીતે તેઓ આ બીમારીને જડબાતોડ જવાબ આપે છે. 

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર ફક્ત 17 વર્ષની હતી જ્યારે તેને ખબર પડી કે તેને ટાઈપ 1 ડાયાબિટીસ છે. અભિનેત્રી પોતાની વ્યસ્ત કરિયર વચ્ચે પણ આ બીમારીને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયેટ લે છે અને સાથે સાથે રેગ્યુલર કસરત અને સ્વિમિંગ જેવી ફિઝિકલ એક્ટિવિટી પણ કરે છે.   

2013માં સિટાડેલ હની બનેલી અભિનેત્રી સામંથા રૂથે ખુલાસો કર્યો હતો કે તે ડાયાબિટીસ સામે ઝઝૂમી રહી છે. અભિનેત્રી હેલ્ધી ડાયેટ, કસરત અને પોતાના સિમ્પમ્સનું મોનિટરિંગ કરીને આ બીમારીને કંટ્રોલ કરે છે. 

હોલીવુડ સિંગર અને અભિનેતા પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસ ફક્ત 13 વર્ષના હતા જ્યારે તેમને ટાઈપ 1 ડાયાબિટીસ વિશે ખબર પડી હતી. નિક હેલ્ધી ડાયેટ અને રેગ્યુલર ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ સાથે પોતાનો ટાઈપ 1 ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે. 

શાનદાર અભિનેત્રી અને ડાન્સર સુધા ચંદ્રને અનેક પડકારો ઝેલી તેના પર કાબૂ મેળવ્યો છે અને તેમની લાઈફ જર્ની ખુબ જ પ્રેરણાદાયક છે. તેમણે એકવાર એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમને ડાયાબિટીસ છે. જો કે તેમણે પોતાની લાઈફસ્ટાઈલને મેનેજ કરીને તથા ડાયેટ હેલ્ધી રાખીને આ બીમારીને મેનેજ કરી. 

સાઉથના સુપરસ્ટાર ગણાતા કમલ હસનને પણ ટાઈપ -1 ડાયાબિટીસ છે. અભિનેતા જિમ વર્કઆઉટ, દારૂથી અંતર અને યોગ કરીને પોતાનો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે. 

ટેલિવીઝન પર્સનાલિટી ગૌરવ કપૂરને 22 વર્ષની ઉંમરે ખબર પડી કે તેને ડાયાબિટીસ છે. તેણે પોતાના ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે લાઈફસ્ટાઈલમાં ખુબ ફેરફાર કર્યો. તે શુટિંગ પર ઘરનું બનેલું ભોજન જ ખાય છે અને રેગ્યુલર કસરત કરે છે. 

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન 17 વર્ષની ઉંમરથી ટાઈપ 1 ડાયાબિટીસ સામે ઝઝૂમી રહ્યો છે. કથિત રીતે તેને આ બીમારી એક ઓટોઈમ્યુન ડિસઓર્ડરના કારણે થઈ હોવાનું કહેવાય છે. અભિનેતાએ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કર્યો અને તેણે ઈન્શ્યુલિન પણ લેવું પડે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link