પૃથ્વીને મહત્તમ પાણી પુરું પાડે છે આ પાંચ મોટી નદીઓ! જેમાં ક્યારેય નથી ખુટતુ પાણી
દક્ષિણ અમેરિકામાં વહેતી એમેઝોન નદી એમેઝોન રેઈનફોરેસ્ટમાંથી પસાર થઈને પ્રતિ સેકન્ડ 224,000 ઘન મીટર પાણી છોડે છે, આ નદી એટલાન્ટિક મહાસાગરમાં જોડાય છે.
ભારત, તિબેટ અને બાંગ્લાદેશમાં વહેતી ગંગા-બ્રહ્મપુત્રા-મેઘના મળીને એક પ્રવાહ બનાવે છે અને વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા બનાવે છે. આ નદીઓ પ્રતિ સેકન્ડ 43,950 ઘન મીટર પાણી બંગાળની ખાડીમાં છોડે છે.
આફ્રિકાની કોંગો નદી, જેને ઝાયર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રતિ સેકન્ડ 41,400 ઘન મીટર પાણી છોડે છે, આ નદી એટલાન્ટિક મહાસાગરમાં જોડાય છે.
ઓરિનોકો નદી, જે દક્ષિણ અમેરિકન દેશો વેનેઝુએલા અને કોલંબિયામાં વહે છે, તે લગભગ 2,250 કિલોમીટર લાંબી છે. આ નદી એટલાન્ટિક મહાસાગરમાં પ્રતિ સેકન્ડ 37,740 ઘન મીટર પાણી છોડે છે.
યાંગ્ત્ઝી નદી ચીનની સૌથી લાંબી નદી છે જે આખા દેશમાં વહે છે. તે પૂર્વ ચીન સમુદ્રમાં પ્રતિ સેકન્ડ 37,740 ઘન મીટર પાણી છોડે છે.