ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલ પર ક્યારથી દોડશે ટ્રેન?
ચિનાબ નદીના પુલને નદીના તટથી 359 મીટરની ઉંચાઇ પર બનાવવામાં આવ્યો છે. રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું કે આ પુલ પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર વધુ ઉંચો છો. ચિનાબ પુલ એન્જીનિયરોનું ઉત્તમ ઉદાહરણ છે.
પુલને 17 સ્પેન મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે. તેની કમાન 467 મીટર લાંબી છે, તેને સૌથી લાંબી ગણાવવામાં આવી છે. રેલવેના અનુસાર 467 મીટર લાંબી કમાન સ્પેનને જોડવામાં મહત્વપૂર્ણ છે.
ચિનાબ પુલ ભૂકંપ અને વિસ્ફોટકરોધી છે. આ પુલને 266 કિલોમીટર પ્રતિ કલાકની હવાની ગતિને સહન કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ વિસ્ફોટકરોધી છે અને ભૂકંપનો સામનો કરવામાં સક્ષમ છે.
હિમાલયના પડકારરૂપ ભૂપ્રદેશ પર બનેલા ચેનાબ બ્રિજ પર ટ્રેનોની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ પુલ 120 વર્ષ સુધી આ રીતે જ ઉભો રહેશે. રેલ્વે અનુસાર આ પ્રોજેક્ટ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા લગભગ 1486 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. પુલના નિર્માણ પહેલા, સ્થળ સુધી પહોંચવા માટે 26 કિમીનો અભિગમ માર્ગ અને 400 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી હતી.
ચિનાબ પુલના પ્રોજેક્ટને પુરો કરવામાં ઘણી ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે સાથે આઇઆઇટી, ડીઆરડીઓ અને ભારતીય ભૂવૈજ્ઞાનિકો સર્વેક્ષણ જેવી ભારતીય સંસ્થાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત બંને કહ્યું હતું કે ચિનાબ પુલ ખોલ્યા બાદ વંદે ભારત એક્સપ્રેસના બાકી ભાગમાં જોડવામાં આવશે.