દુનિયાના સૌથી મોંઘા ગણપતિ બાપ્પા આ સુરતી ઉદ્યોગપતિ પાસે છે, 600 કરોડ છે કિંમત
ગણેશ ચતુર્થી નિમિતે આજે સમગ્ર દેશમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં કોરોના વરચે પણ અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના કનુભાઈ આસોદરિયા એ પોતાના ઘરમાં વિશ્વ ના દુર્લલ્ભ ડાયમંડ ગણેશજી તેમના ઘરે બિરાજમાન કર્યા છે. તેઓ વિદેશમાં જ્યારે રફ ડાયમંડ ની ખરીદી કરવા ગયા હતા ત્યારે આ દુર્લલ્ભ ડાયમંડ તેમને મળ્યો હતો.
ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના કમલા હેરિસ પણ ઈચ્છા જાહેર કરી છે. તેઓ પણ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે.
કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે. આ રફ ડાયમંડની સ્થાપના દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની કિંમત 600 કરોડથી પણ વધુ ગણાવવામાં આવે છે. પરંતુ કનુભાઈ અસોદીયા ક્યારે પણ આ ગમે જેની કિંમત બતાવતા નથી કારણ કે તેઓની માટે આ બહુમૂલ્ય છે.
ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે .જેનુ વજન "182.3 કેરેટ" છે અને "36.5 ગ્રામની" છે.તમને જણાવી દઇએ કે કોહિનૂર "105 કેરેટ" નો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા "182 કેરેટ 53 સેન્ટની" છે. જે કોહિનૂર હીરા કરતાં પણ મોટું છે પોતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ આ હીરાને વિશ્વના સૌથી યુનિક નો દરજ્જો આપ્યો છે..