દુનિયાની સૌથી મોંઘી Bag લોન્ચ, તેની કીંમતમાં ખરીદી શકો છો 1060 Wagon R કાર
ઇટલીના લગ્ઝરી બ્રાંડ બોરિની મિલનેસી (Boarini Milanesi)એ આ બેગને 6 મિલિયન યૂરો એટલે કે 53 કરોડ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી છે, જે દુનિયાની સૌથી મોંઘી બેગ છે.
બેગને લોન્ચ કર્યા બાદ બોરિની મિલનેસી (Boarini Milanesi)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર જણાવ્યું કે તેને વેચ્યા બાદ જે રકમ મળશે તેને સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે.
બોરિની મિલનેસી (Boarini Milanesi)એ આ બેગની કીંમતમાં તમે 53 Audi Q8 અને 1060 મારૂતિ સુઝુકી વેગન આર કાર ખરીદી શકો છો. તમને જણાવી દઇએ કે Audi Q8ની કીંમત લગભગ 1 કરોડ રૂપિયા છે, જ્યારે મારૂતિ સુઝુકી વેગન આરની કીંમત લગભગ 5 લાખ રૂપિયા છે.
બેગને સમુદ્ર બચાવવાના જાગૃતતા અભિયાન હેઠળ બનાવવામાં આવી છે. બ્લૂ કલર બેસની આ બેગ ખૂબ ચમકદાર છે. બેગમાં 130 કેરેટના હીરા અને 10 સોનાના પતંગિયા લગાવવામાં આવ્યા છે. આ બેગને બનાવવામાં 1000 કલાકનો સમય લાગ્યો.
આ પહેલાં બોરિની મિલનેસી (Boarini Milanesi) દિલ (Heart)ના કારની બેગ બનાવી હતી. જેની ખૂબ ચર્ચા થઇ હતી. આ બેગ 18 કેરેટ ગોલ્ડથી બનેલી હતી. જેને 4517 હીરાથી શણગારવામાં આવી હતી. બેગમાં 105 પીળા, 56 ગુલાબી અને 4356 રંગ વિનાના હીરા લગાવવામાં આવ્યા હતા અને બેગની કીંમત 2.37 મિલિયન યૂરો એટલે કે લગભગ 21 કરોડ રૂપિયા હતી. આ બેગને બનાવવામાં 8 કારીગરોને 8800 કલાકથી વધુ સમય લાગ્યો હતો.