ગજબના બટાકા છે...એક કિલોનો ભાવ 50 હજાર રૂપિયા, આની ખેતી કરશો તો રાજા બની જશો!

Fri, 06 Sep 2024-11:22 pm,

બટાકા દુનિયાના લોકપ્રિય શાકભાજીમાંથી એક છે. લગભગ  દરેક ઘરમાં બટાકાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બટાકાની એક જાતિ એવી પણ છે જેની કિંમત સોના બરાબર છે? 'લે બોનાટે' નામના આ બટાકા જેની દુનિયાના ગણતરીના ભાગોમાં જ ખેતી થાય છે  તે દુનિયાના સૌથી મોંઘા બટાકા છે. તેની કિંમત એટલી વધુ છે કે તમે એ પૈસાના દાગીના ખરીદી શકો છો. 'લે બોનાટે' જાતિના આ બટાકાની ખેતી ખુબ મુશ્કેલથી થાય છે અને તે બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જેના કારણે તેના ભાવ પણ ખુબ હોય છે.   

અસલમાં ફ્રાન્સના નોર્મેડી વિસ્તારમાં લે બોનાટે બટાકાનો પાક લેવાય છે. આ બટાકા ખુબ ખાસ છે. તેની કોમળતા એટલી વધુ છે કે તેને મશીનોની જગ્યાએ હાથથી ખોદવામાં આવે છે. આ પરંપરાગત ખેતીનું એક ઉત્તમ ઉદાહરણ છે જે આ બટાકાને અન્ય બટાકાની જાતિ કરતા અલગ બનાવે છે. 

'લે બોનાટે' બટાકા ફક્ત પોતાની કોમળતા માટે જ નહીં પરંતુ પોષણ મૂલ્ય માટે પણ જાણીતા છે. તેમાં રહેલા વિવિધ વિટામીન, અને ખનિજ તેને અન્ય બટાકા કરતા અલગ બનાવે છે. તેનો રંગ અને અનોખો સ્વાદ તેને વ્યંજનોમાં ખાસ સ્થાન આપે છે. ખાસ કરીને ખુશ્બુદાર વ્યંજનોમાં તેનો ઉપયોગ તેનો સ્વાદ વધારે છે. 

આ બટાકા પોષણનો ખજાનો કહેવાય છે. તેમાં ફાઈબર, પ્રોટીન અને વિવિધ પ્રકારના વિટામીન અને ખનિજ જેમ કે આયર્ન, કેલ્શિયમ, વિટામીન સી, અને બી કોમ્પ્લેક્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં અને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. 

આ બટાકા એટલા સ્વાદિષ્ટ હોય છે પરંતુ સાથે સાથે તે અનેક ગંભીર બીમારીઓ જેમ કે હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરે છે. તે ખુબ મોંઘા છે અને તેના પૈસામાંથી તો તમે દાગીના ખરીદી શકો. આ બટાકા સ્વાદની સાથે સાથે દુર્લભતા માટે જાણીતા છે. 

વર્ષમાં ફક્ત 10 દિવસ માટે જ ઉપલબ્ધ હોવાના કારણે પણ તે ખાસ છે. આ સિવાય તેના છોતરા પણ અનેક રીતે લાભકારી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ એક કિલો બટાકાનો  ભાવ લગભગ 50 હજાર રૂપિયા (ભારતીય ચલણમાં) આસપાસ છે. આ બટાકા ભારતમાં દુર્લભ છે કારણ કે તેની માંગણી ઓછી હોવાના કારણે તેની ખેતી થતી નથી. 

આ બટાકા ફક્ત 50 વર્ગ મીટરના નાના ખેતરમાં વાવવામાં આવે છે. જેમાં કુદરતી ખાતર તરીકે સમુદ્રી શેવાળનો ઉપયોગ થાય છે. તેની નાજુક પ્રકૃતિના કરાણે તેના હાથથી ખુબ જ સાવધાનીથી ખોદવામાં આવે છે. તેની છાલ પણ  ખાઈ શકાય છે. એટલું જ નહીં 10000 ટન બટાકામાંથી ફક્ત 100 ટન જ 'લે બોનાટે' પ્રકારના હોય છે જે તેને વધુ દુર્લભ બનાવે છે. 

મજાની વાત એ છે કે આ બટાકા વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી તો તેની કિંમતને લઈને અનેક ચર્ચાઓ ચાલી. એ પણ  કહેવાયું કે આ બટાકાની કિંમતમાં તો સોનાનો કોઈ દાગીનો આવી જાય. એ વાત સાચી પણ છે કે તેની આગળ સોનું પણ ફેલ થઈ જાય. પરંતુ ભારતમાં તેની ખેતી અશક્ય જેવું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link