Luxury Train: આ છે દુનિયાની સૌથી લગ્ઝરી ટ્રેન, સફરમાં થાય છે 5 સ્ટાર હોટલ જેવો અનુભવ
ઓરિએન્ટ એક્સપ્રેસ 19201930ના દાયકામાં ખુબ પ્રખ્યાત હતી, કારણ કે તે સમયે આ પ્રકારની અન્ય ટ્રેનો ઉપલબ્ધ નહોતી. તેમાં સફર કરવી દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ આ સપનું આજે પણ છે. સફર દરમિયાન યાત્રીકોને લોકપ્રિય લગ્ઝરી કેબિનમાં શેમ્પેન મળે છે. બારમાં ક્રિસ્ટલ ગ્લાસમાં ડ્રિંક સર્વ કરવામાં આવે છે. યાત્રી આલીશાન લેધરની ખુરશીઓ પર બેસી ભોજન કરે છે.
તેમાં લોકોને સુવા માટે સ્લીપિંગ ક્વાર્ટર બનેલા છે, જ્યાં બેડ પર રેશમની ચાદર પાથરવામાં આવે છે. સફર દરમિયાન મખમલના બેડ પર સારી ઉંગ આવે છે કે યાત્રી એક શહેરમાં આરામ કરે છે જ્યારે બીજા શહેરમાં જાગે છે.
ઓરિએન્ટ એક્સપ્રેસમાં યાત્રીકોને ફાઇવ સ્ટાર હોટલ જેવો અનુભવ મળે છે. તેમાં બાર, થીમ રેસ્ટોરન્ટ અને મનોરંજનના ઘણા સાધન હાજર છે. ટ્રેઇસ ટ્રેને લોકોને લંડનથી ઇટલીના વેનિસ સુધીની યાત્રાઓ કરાવી છે. આ ટ્રેનનો ઉદ્દેશ્ય બ્રિટનને યુરોપીયન રેલ નેટવર્ક સાથે લિંક કરવાનો હતો. આ દુનિયાની સૌથી સૌથી મોંઘી ટ્રેનોમાં સામેલ છે.
હિસ્ટ્રી ઇન પિક્ચર્સ અનુસાર આ લાંબા અંતરની ટ્રેનને 1883મા બનાવવામાં આવી હતી અને 1920થી 1930ના દાયકામાં આ ખુબ જાણીતી હતી. ટ્રેનના ઈન્ટીરિયર ગ્રેટ સ્ટાઇલનું છે. ઓરિએન્ટ એક્સપ્રેસને શરૂ કરવાનો ઉદ્દેશ્ય બ્રિટનને યુરોપીયન રેલ નેટવર્ક સાથે લિંક કરવાનો હતો.
મૂળ ઓરિએન્ટ એક્સપ્રેસને 1977મા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે આ ટ્રેન ફરી વાપસી માટે તૈયાર છે. તેને પેરિસ ઓલિમ્પિકના સમય પર 2024મા નોસ્ટલ્ગી-ઇસ્તામ્બુલ ઓરિએન્ટ એક્સપ્રેસના રૂપમાં ફરી લોન્ચ કરવામાં આવશે.