કોખ ભરતો કૂવો! એક ના પાણીથી દીકરો બીજાથી જન્મે છે દીકરી, બન્નેનું પાણી જોડે પીવાથી જન્મે છે જુડવા

Tue, 29 Oct 2024-8:38 pm,

China Magical Well: જો તમને એમ કહેવામાં આવે કે કૂવાનું પાણી પીવાથી બાળકનો જન્મ થાય છે તો શું કહેશો? આવા જ બે કૂવા વિશે આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો.

સંતાન ન થવાને કારણે ઘણી સ્ત્રીઓ ડિપ્રેશનમાં જાય છે. ઘણા ડોક્ટરોની સલાહ લે છે અને ઘણા ભગવાનનું શરણ લે છે. આ દરમિયાન ચીનના યુનાન પ્રાંતમાં સ્થિત એક કૂવાની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ કૂવાને ગર્ભાવસ્થાના કૂવા તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ કૂવાનું પાણી પીધા પછી સ્ત્રી ગર્ભવતી થાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ કોઈ ચમત્કાર નથી. આની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે.

આ કૂવાને ગર્ભાવસ્થાના કૂવા તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ કૂવાનું પાણી પીધા પછી સ્ત્રી ગર્ભવતી થાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ કોઈ ચમત્કાર નથી. ચીનના યૂનાનમાં એક એવો કૂવો છે, જેનું પાણી પીધા બાદ મહિલાઓ ગર્ભવતી બને છે. તેને 'પ્રેગ્નન્સી વેલ' એટલે ગર્ભવતી બનાવનાર કૂવો કહેવામાં આવે છે. લોકોનું કહેવું છે કે, આ કૂવાનું પાણી પીધા પછી સ્ત્રી ગર્ભવતી થાય છે. તો ચાલો જાણીએ તેના પાછળનું રહસ્ય શું છે?

માતા બનવું એ આ દુનિયાનો સૌથી ખૂબસૂરત અહેસાસ છે. કહેવાય છેકે, એક મહિલા પૂર્ણ ત્યારે થાય છે જ્યારે તે માતા બને છે. પરંતુ ઘણી મહિલાઓ કોઈકને કોઈક તબીબી કારણસર માતા નથી બની શકતી. જેને કારણે દુનિયામાં વ્યંધત્વના કેસો પણ સતત વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ચીનમાં આવેલાં બે કૂવાનું પાણી મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું હોવાના અહેવાલોએ જોર પકડ્યું છે. જોકે, અમે આ અંગેની કોઈ ખરાઈ નથી કરી રહ્યાં. આ અહેવાલ સામાન્ય જાણકારી પર આધારિત છે.

ચીનનો આ ગર્ભવતી કૂવો ઘણો પ્રખ્યાત થઈ રહ્યો છે. આ જગ્યાએ બે કૂવા છે. અહીં આવેલાં કૂવાઓ વિશે એવું પણ કહેવામાં આવે છેકે, આમાંથી એકનું પાણી પીવાથી છોકરો જન્મે છે અને બીજાનું પાણી પીવાથી છોકરીનો જન્મ થાય છે. જો કોઈ વ્યક્તિ બંને કુવાઓનું પાણી એકસાથે પીવે છે તો તેમને જોડિયા બાળક છે. દુનિયાના ઘણા દેશોમાંથી ઘણી મહિલાઓ આ સ્થળે પોતાની કોખ ભરવા આવે છે.

જો સ્ત્રી ખુશ છે અને તણાવમાં નથી, તો તેના ગર્ભવતી થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. કૂવાના પાણી આ તર્ક પ્રમાણે કામ કરે છે. અત્યાર સુધી અનેક લોકોએ આ કૂવાનું પાણી પીને સંતાન પ્રાપ્તિની ખુશી માણી છે.

જો તમને લાગતું હોય કે આ કૂવાનું પાણી પીવાથી કોઈ મહિલા ચમત્કારિક રીતે ગર્ભવતી થઈ જાય છે તો એવું નથી. હકીકતમાં આ કૂવાના પાણીમાં એવા તત્વો છે જે સ્ત્રીના શરીરના હોર્મોન્સને નિયંત્રિત કરે છે. ગર્ભવતી થવા માટે સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. અમે કોઈપણ પ્રકારની અંધ શ્રદ્ધામાં માનતા નથી. તબીબી બાબતો માટે નિષ્ણાંતની સલાહ આવશ્યક છે. ઝી મીડિયા આ માહિતીની પુષ્ટી પણ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link