ઈઝરાયેલના આ `બ્રહ્માસ્ત્ર` થી હમાસ તો શું બીજા દેશો પણ ડરે છે? જાણો શું છે જેરીકો બેલિસ્ટિક મિસાઈલ
ઇઝરાયેલનો આ બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ 1960ના દાયકામાં શરૂ થયો હતો અને તેનું નામ પશ્ચિમ કાંઠે સ્થિત બાઈબલના શહેર પરથી રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સની એરોસ્પેસ કંપની દસોલ્ટ પણ શરૂઆતમાં આ પ્રોગ્રામમાં સામેલ હતી, પરંતુ જ્યારે તે 1969માં પાછી ખેંચી ગઈ ત્યારે ઈઝરાયેલે તેને જાતે જ વિકસાવી. જાણી લો કે ઈઝરાયેલનું જેરીકો-1 મોડલ 1973માં પૂર્ણ થયું હતું. યોમ કિપ્પુર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની આ એક મોટી સિદ્ધિ હતી.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) અનુસાર, જેરીકો-1 90ના દાયકામાં નિવૃત્ત થયું હતું. તેનું વજન 6.5 ટન, લંબાઈ 13.4 મીટર અને વ્યાસ 0.8 મીટર હતો. તેની રેન્જ લગભગ 500 કિલોમીટર હતી. તે 1 હજાર કિલોગ્રામના પેલોડને ઉપાડવામાં સક્ષમ હતું. તે 1000 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈપણ લક્ષ્યને નિશાન બનાવી શકે છે.
ઈઝરાયેલે 80ના દાયકામાં જ જેરીકો-2 વિકસાવ્યું હતું. જેરીકો-2 15 મીટર લાંબુ અને 1.35 મીટર વ્યાસ ધરાવતું હતું. તે 1 હજાર કિલો પેલોડ વહન કરવામાં પણ સક્ષમ હતું. જેરીકો-2ની રેન્જ દોઢ હજાર કિલોમીટરથી વધીને સાડા ત્રણ હજાર કિલોમીટર થઈ ગઈ હતી. ઇઝરાયેલની સેનાને જેરીકો-2થી ઘણી તાકાત મળી.
2008માં ઈઝરાયલે જેરીકો-3નું પરીક્ષણ પણ કર્યું અને 2011માં તેને ઔપચારિક રીતે સેનામાં સામેલ કરી દીધું. તેનો વ્યાસ જેરીકો-2 કરતા વધુ છે. જેરીકો-3નો વ્યાસ 1.56 મીટર છે. જેરીકો-3નું સિંગલ વોરહેડ 750 કિલો છે. તેની રેન્જ 4 હજાર 800 કિલોમીટરથી લઈને સાડા 6 હજાર કિલોમીટર સુધીની છે. જેરીકો-3 1,300 કિલોગ્રામ પેલોડ વહન કરવામાં સક્ષમ છે.
જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઈઝરાયેલે જેરીકો-3ને સરહદ પર તૈનાત કર્યા છે કે નહીં. હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલે પણ બોમ્બ અને ઘાતક શસ્ત્રોને સજ્જ રાખ્યા છે. ઈઝરાયેલ એ વાત પર અડગ છે કે તે હમાસનો સંપૂર્ણ સફાયો કરશે. ઈઝરાયેલના રક્ષા મંત્રીએ નાટો દેશો સાથેની બેઠકમાં હમાસને સ્પષ્ટ કહ્યું કે આ 1943નું ઈઝરાયેલ નથી પરંતુ 2023નું ઈઝરાયેલ છે.