G20: બાઈડેન-સુનક સાથે મોદીની દોસ્તી જોઈ ચીનને અકળામણ, ભારત સાથે વધુ મજબૂત થયા US અને UK ના સંબંધો

Sun, 10 Sep 2023-1:13 pm,

G20 સમિટ દરમિયાન વિશ્વના 20 નેતાઓ એક બેનર હેઠળ એકઠા થયા હતા. આ બેઠક અનેક રીતે મહત્વની હોવાનું કહેવાય છે.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ જઈ રહ્યા હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટિશ પીએમ ઋષિ સુનક એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા. આ ખાસ કાર્યક્રમ દરમિયાન ચીનના પીએમ પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી. આ ખાસ અવસર પર નિવૃત્ત સૈનિકોએ પણ વોલ ઓફ પીસ પર પોતાના વિચારો લખ્યા હતા.

આ તસવીર પોતાનામાં ઘણું બધું કહી જાય છે. પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ એક ફ્રેમમાં વિશ્વને સંદેશ આપી રહ્યા હતા કે અમે નવા યુગની શરૂઆતમાં રચનાત્મક ભૂમિકા ભજવી રહ્યા છીએ.

જી-20 સમિટ દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે 21મી સદીમાં યુદ્ધ માટે કોઈ સ્થાન નથી. આપણે બધાએ પડકારોનો સામનો કરવા આગળ વધવું પડશે. ભારતના દબાણ અને સમજાવટ બાદ ચીનનું વલણ પણ નરમ પડ્યું છે.

G20 સમિટના પહેલા જ દિવસે મેનિફેસ્ટો જારી કરવામાં આવ્યો છે. આને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.યુક્રેનના મુદ્દે G7 અને ચીનને મનાવવામાં રશિયા સફળ રહ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link