5 Most Dangerous Animals On Earth: આ છે દુનિયાના 5 સૌથી ખતરનાક જાનવર! જેમાંથી એક વિશે જાણીને તો ચોંકી જશો
મચ્છર વિશ્વના સૌથી ઘાતક જીવો છે. તેમના કરડવાથી ફેલાતા રોગ - મેલેરિયાને કારણે દર વર્ષે લગભગ 8 લાખ લોકો મૃત્યુ પામે છે.
અહીં વાત થઈ રહી છે દુનિયાના સૌથી ખતરનાક જાનવરોની. પણ આ યાદીમાં મનુષ્ય વિશ્વના સૌથી ખતરનાક સસ્તન પ્રાણીઓમાંનો એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે 4.75 લાખ લોકોની હત્યા થાય છે, જે બીજા માણસ દ્વારા જ કરવામાં આવે છે. આમ, માણસ પણ સૌથી ખતરનાક પ્રાણી છે.
બ્લેક મામ્બા એક આફ્રિકન સાપ છે, જે સૌથી ઝેરી અને ઘાતક ગણાય છે. એવું કહેવાય છેકે, જેને પણ બ્લેક મામ્બા કરડે તેનું મોત નિશ્ચિંત હોય છે. આ સાપ જેને કરડે તેનું ગણતરીના કલાકોમાં જ મોત થઈ જાય છે.
આ સાપ ખૂબ જ આક્રમક અને ઝેરી હોય છે. ભારતીય કોબ્રા, રસેલ વાઇપર, કોમન ક્રેટ અને સો-સ્કેલ્ડ વાઇપરના કરડવાથી ભારતમાં દર વર્ષે 50 હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે.
કૂતરાને આમતો માણસના સૌથી સારા મિત્રો કહેવામાં આવે છે. જોકે, તે ઘાતક પણ બની શકે છે. WHO અનુસાર, હડકવાનું સૌથી મોટું કારણ પાગલ કૂતરાનું કરવું છે. હડકવા અસાધ્ય રોગ છે.