શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે જ નહીં દુનિયાના આ મોટા નેતાઓ પણ દેશ છોડીને ભાગ્યા હતા

Thu, 14 Jul 2022-10:15 am,

ફેબ્રુઆરી 2010માં યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં વિક્ટર યાનુકોવિચની જીત થઈ. યાનુકોવિચે રશિયાની સાથે સાથે યુરોપિયન યૂનિયનની સાથે સારા સંબંધ બનાવવાનો વાયદો કર્યો. નવેમ્બર 2013માં યુરોપિયન યુનિયનની યુક્રેન સાથે એક સમજૂતી થવાની હતી. પરંતુ યાનુકોવિચ તેમાંથી હટી ગયા. તેના પછી યુક્રેનમાં વિદ્રોહ શરૂ થઈ ગયો. આ દરમિયાન યાનુકોવિચ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા.  22 ફેબ્રુઆરી 2014માં યુક્રેનની સંસદમાં યાનુકોવિચને પદ પરથી હટાવવા પર મતદાન થયું. તેમાં 447માંથી 328 સભ્યોએ તેમને હટાવવાના પક્ષમાં મત આપ્યો. પરંતુ તેની પહેલાં જ યાનુકોવિચ દેશ છોડીને ભાગી ગયા હતા.  

રઝા શાહ પહલવી, ઈરાન: ઈરાનમાં પહલવી વંશનું શાસન ચાલી રહ્યું હતું. 1949માં ઈરાનનું નવું બંધારણ લાગુ થયું. તે સમયે દેશના રાજા હતા રઝા શાહ પહલવી. 1952માં મોહમ્મદ મોસદ્દિક પ્રધાનમંત્રી બન્યા. પરંતુ 1953માં તેમની ખુરશી છીનવાઈ ગઈ અને તેના પછી શાહ પહલવી દેશના સર્વેસર્વા બની ગયા. આ તખ્તાપલટ લોકોને પસંદ ના આવી. લોકોની નજરોમાં રઝા પહલવી અમેરિકાની કઠપૂતળી બની ગયા હતા. તે સમયે શાહ પહલવીના વિરોધી નેતા હતા આયોતલ્લાહ રુહોલ્લાહ ખૌમેની. 1964માં શાહ પહલવીએ ખૌમેનીને દેશનિકાલ આપી દીધો. સપ્ટેમ્બર 1978માં ઈરાનમાં શાહ પહલવી સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા.લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તેને ઈસ્લામિક ક્રાંતિ પણ કહેવામાં આવે છે. 16 જાન્યુઆરી 1979માં શાહ પહલવી પોતાના પરિવારની સાથે ઈરાન છોડીને અમેરિકા ચાલ્યા ગયા,. ફેબ્રુઆરી 1979માં ખૌમેની ફ્રાંસથી ઈરાન પાછા ફર્યા.

2013ની ચૂંટણીમાં જીત પછી નવાઝ શરીફની પાર્ટી pml-N સત્તામાં આવી. નવાઝ શરીફ પ્રધાનમંત્રી બન્યા. શરીફ સરકારે મુશર્રફ પર દેશદ્રોહનો કેસ કર્યો. 31 માર્ચ 2014માં મુશર્રફને આરોપી બનાવવામાં આવ્યા. તેની વચ્ચે 18 માર્ચ 2016માં મુશર્રફ સારવાર માટે દુબઈ જતા રહ્યા, ત્યારથી પાછા ફર્યા જ નહીં. મુશર્રફ હાલમાં દુબઈમાં છે. અને તેમની તબિયત બહુ ખરાબ છે.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને બે વખત દેશ છોડવો પડ્યો. પહેલીવાર તેમને 1999માં કારગિલ યુદ્ધ પછી દેશ છોડવો પડ્યો હતો. કારગિલ યુદ્ધ પછી નવાઝ શરીફ તત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફને હટાવવા માગતા હતા. મુશર્રફને તેની માહિતી મળી ગઈ. તેમના વફાદારોએ નવાઝ શરીફને નજરકેદ કરી લીધા અને જેલમાં પૂરી દીધા. પછી નવાઝ શરીફને 10 વર્ષ માટે સઉદી અરબ મોકલી દેવામાં આવ્યા. 2007માં સુપ્રીમ કોર્ટના આદેશ પર શરીફ પોતાના પરિવારની સાથે પાકિસ્તાન આવ્યા. 2013માં શરીફ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા. પનામા પેપર લીકમાં તેમનું નામ સામે આવ્યા પછી મુશ્કેલી વધી ગઈ. સુપ્રીમે શરીફ પર આજીવન કોઈપણ સરકારી પદ પર આવવાની રોક લગાવી. 2018માં તેમને આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં 10 વર્ષની સજા સંભળાવી, જોકે શરીફ સઉદી ચાલ્યા ગયા. શરીફ હજુ પણ પાકિસ્તાનની બહાર જ છે.

ગયા વર્ષે અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. તેના પછી ત્યાં તાલિબાને ધીમે-ધીમે કરીને કબજો કરવાનું શરૂ કરી દીધું. 15 ઓગસ્ટ 2021ના દિવસે તાલિબાનીઓએ અફઘાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો. અને તેની સાથે જ ત્યાં તાલિબાનનું શાસન શરૂ થઈ ગયું. તાલિબાનીઓના રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસતાં પહેલાં જ ત્યાંના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. તે સંયુક્ત આરબ અમીરાત ભાગી ગયા હતા. બીજા દિવસે તેમણે અફઘાનિસ્તાનના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તે ત્યાંથી ન ગયા હોત તો બહુ લોહી વહ્યું હોત.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link