લાખો લોકોનું જીવન બરબાદ કરી રહી છે `તમાકુ`, આ સરળ રીત અપનાવી છોડો વ્યસન

Tue, 30 May 2023-5:49 pm,

યોગ અને વ્યાયામઃ તમારી જીવનશૈલીમાં યોગ અને કસરતનો સમાવેશ કરો. તે મનને સ્થિર કરવામાં મદદરૂપ છે.આ સિવાય તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

 

 

હેલ્ધી ડાયટઃ  તમારા શરીરની સાથે-સાથે ખોરાકની અસર તમારા જીવન અને મનને પણ ઘણી હદ સુધી અસર કરે છે. આ કિસ્સામાં, સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર લો. તંદુરસ્ત આહાર અપનાવવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમાકુની ઈચ્છા થશે.

અતરનો ઉપયોગ કરો- જો તમને તમાકુ સુંઘવાની લત છે તો કેવડા, ગુલાબ, ખસ કે કોઈ અન્ય અતરનો ઉપયોગ કરો. પરફ્યુમની સુગંધ કોટનમાં નાખો અને તેને તમારી સાથે રાખો. જ્યારે તમને તમાકુ સુંઘવાનું મન થાય ત્યારે આ રૂને સૂંઘો.

 

 

હર્બલ ટીઃ જો તમે તમાકુ અને સિગારેટની લતથી છુટકારો મેળવવા માંગો છો તો હર્બલ ટી ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. અશ્વગંધા, તજનો પાઉડર અને જટામાંસી નાખીને ચા બનાવો અને પીવો.

સ્ટ્રેસ ન લોઃ તમાકુમાં નિકોટિન નામનો એકર નશીલો પદાર્થ હોય છે, જે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓને જન્મ આપે છે. નોંધનીય છે કે ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરી રહેલાં લોકોમાં નિકોટિન ઓછું જોવા મળે છે. તેવામાં લોકો તણાવ અને ડિપ્રેશનમાંથી બહાર નિકળવા માટે સ્મોકિંગ કે તમાકુનો સહારો લે છે. 

 

 

ઓપ્શન રાખોઃ તમાકુના વિકલ્પમાં વરિયાળી અને મિશ્રી સાથે રાખો. તેવામાં જ્યારે પણ તમાકુ ખાવાનું મન કરો તો આ મિશ્રી અને વરિયાળી ખાઈ લો. આ સિવાય તમે આંબલાનો પાઉડર પણ રાખી શકો છો. 

 

 

તમાકુના સેવનથી મનુષ્યને ફેફસાનું કેન્સર, બ્લેડર, લિવર, કિડની, પૈનક્રિયાઝ, કોલન અને પેટ સંબંધિત ઘણી બીમારીઓ થઈ શકે છે. 

તમને જણાવી દઈએ કે દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોમાં તમાકુથી થતા જીવલેણ રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link